સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને સૂરજ પંચોલીની ઐતિહાસિક ફિલ્મ ‘કેસરી વીરઃ લેજેન્ડ્સ ઑફ સોમનાથ’નું ટીઝર બહાર આવ્યું છે અને તે ખુબજ અદભૂત લાગી રહ્યું છે.
આ ફિલ્મમાં અભિનેતા સુનિલ શેટ્ટી વેગડાની ભૂમિકા ભજવે છે, જે એક મહાન યોદ્ધા છે જે 14મી સદીમાં સોમનાથ મંદિરને આક્રમણકારોથી બચાવવા માટે લડવામાં આવેલી ઐતિહાસિક લડાઈનો ભાગ હતો. તેની સાથે સૂરજ પંચોલી વીર હમીરજી ગોહિલનું પાત્ર ભજવી રહ્યો છે, જે ફિલ્મની વાર્તાને વધુ દમદાર બનાવે છે.
ટીઝરમાં જબરદસ્ત એક્શન સિક્વન્સ, દમદાર ડાયલોગ અને બહાદુરીની ક્ષણો બતાવવામાં આવી છે, જે ફિલ્મની ભવ્યતાનો અહેસાસ કરાવે છે.
ફિલ્મમા સુનીલ શેટ્ટી અને સૂરજ પંચોલી હીરોની ભૂમિકા ભજવે છે, વિવેક ઓબેરોય ઝફર નામના ભયાનક વિલનની ભૂમિકા ભજવે છે, જે ગુજરાત પર હુમલો કરે છે અને મંદિરને લૂંટે છે.
આ પીરિયડ ડ્રામામાં અકાંક્ષા શર્મા રાજલના રોલમાં જોવા મળશે, અકાંક્ષા આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. તે સૂરજ પંચોલી સાથે રોમેન્ટિક રોલમાં જોવા મળશે.
દિગ્દર્શક પ્રિન્સ ધીમાન દ્વારા નિર્દેશિત અને કનુ ચૌહાણ દ્વારા નિર્મિત, આ ફિલ્મમા અદભૂત સેટ અને ઐતિહાસિક માહોલનું પુનઃનિર્માણ કરીને બનાવવામાં આવ્યું છે, જેથી ફિલ્મમા ભવ્ય સિનેમેટિક અનુભવ થશે.
‘કેસરી વીર: લેજેન્ડ્સ ઑફ સોમનાથ’ 14 માર્ચ 2025ના રોજ રિલીઝ થશે.