દેશમાં રાજનેતા મત મેળવી લેવા માટે કોઇ પણ હદ સુધી પહોંચી જાય છે. તેમને કોર્ટ કે બંધારણની પણ ચિંતા હોતી નથી. જ્યાં પણ લાભ મળે ત્યાં રાજનેતાઓ પહોંચી જાય છે. લોકસભાની ચૂંટણી નજીક પહોંચી છે ત્યારે રાજનેતાઓ મતબેંકને મજબુત કરવા માટેના કાવાદાવામાં લાગી ગયા છે. હાલમાં આ અંગેના કેટલાક પુરાવા પણ મળી ગયા છે. એસસી -એસટી કાનુનમાં ફેરફારને લઇને અને કાવેરી જળ વિવાદને લઇને રાજકીય પક્ષોએ જારદાર દલીલબાજી કરી છે.
હાલમાં એસસી અને એસટી કાનુનમાં સુધારાની સામે એસસી અને એસટી સમુદાયના લોકો ભારત બંધ રાખીને હિંસા પર ઉતરી આવ્યા હતા. આ સમુદાયના લોકોએ હિંસા પર ઉતરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને બગાડી નાંખી હતી. સરકારથી લઇને રાજકીય પક્ષો પણ ચોંકી ઉઠ્યા હતા. દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદાની સામે આયોજિત બંધમાં જારદાર હિંસા, તોડફોડ અને આગની ઘટના બની હતી. કોંગ્રેસ સહિત કેટલાક રાજકીય પક્ષોના નેતાઓ તો ભારત બંધના સમર્થકોની સાથે આવીને મેદાનમાં પણ ઉતરી ગયા હતા. દલિત વોટની લાલચ તેમને દેખાવ અને હિંસામાં સામેલ થવા માટે ખેંચી ગઇ હતી. જા આવી સ્થિતી હતી તો સત્તામાં રહેલા ભાજપના લોકો કઇ રીતે પાછળ રહી શકે છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ ૧૨ દિવસ સુધી શાંત બેઠી રહેલી એનડીએ સરકારને ચુકાદામાં અભ્યાસ કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં ફેરવિચારણા અરજી દાખલ કરી દીધી હતી. સાથે સાથે ચુકાદા પર સ્ટેની માંગ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે સ્ટેનો સાફ ઇન્કાર કરીને કેન્દ્ર સરકારની દલીલને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે તેના દ્વારા કાયદાની જાગવાઇમાં કોઇ ચેડા કરવામાં આવ્યા નથી.
કોર્ટ ઇચ્છે છે કે આ કાયદાનો દુરુપયોગ કરવામાં ન આવે. સાથે સાથે કોઇ નિર્દોષ વ્યક્તિને પણ સજા કરવામાં ન આવે. સાથે સાથે જે દોષિત છે તેમની સામે નક્કર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. કાવેરી જળ વિવાદનો પણ છે. કાવેરી પ્રબંધન બોર્ડની રચના કરવાની માંગને લઇને હાલના દિવસોમાં તમિળનાડુમાં વ્યાપક હિંસા થઇ ચુકી છે. કોઇમ્બતુરમાં બે લોકો આત્મહત્યા કરવાના પ્રયાસ કરી ચુક્યા છે. મુખ્ય વિરોધ પુક્ષ ડીએમકે દ્વારા ધરણા પ્રદર્શન કરવાની ચેતવણી પણ જારી કરી છે. મુદ્દો રાજ્યના હિત સાથે જોડાયેલો છે. એટલે કે અહીં પણ મામલો વોટ સાથે સંબંધિત છે. આવી સ્થિતીમાં સત્તારૂઢ પાર્ટી કઇ રીતે પાછળ રહી શકે છે. વિપક્ષ આંદોલનના લાભ ન લઇ લે તે માટેની કવાયત ચાલી રહી છે. જેથી રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પણ ઉપવાસ પર બેસી ગયા હતા. રાજકીય નેતાઓને હવે કોર્ટની કોઇ ચિંતા નથી. સાથે સાથે તેમને બંધારણીય હોદ્દાની પણ કોઇ ચિંતા સતાવી રહી નથી. મહત્વપૂર્ણ બાબત દેખાવવાના કોણ કેટલા આંસુ સારી શકે છે તે બાબતનુ રહ્યુ છે. રાજનેતાઓને હવે કોર્ટ કે બંધારણીય હોદ્દાના મહત્વની પણ કોઇ ચિંતા રહેલી નથી.