ટીમ ઇન્ડિયામાં ધરખમ ફેરફારના ભણકારા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના હાલના કંગાળ દેખાવ બાદ એકબાજુ ક્રિકેટ ચાહકોમાં ભારે નારાજગી જાવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ બીસીસીઆઈ દ્વારા પણ ચિંતા કરવામાં આવી રહી છે. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે સાફ શબ્દોમાં કહ્યું છે કે, જા ખેલાડીઓ શાનદાર દેખાવ કરશે નહીં તો નવા ખેલાડીઓને સામેલ કરવામાં આવશે.

વિરાટ કોહલી સિવાય બાકીના ભારતીય બેટ્‌સમેનો હાલમાં કંગાળ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું છે કે, ઇંગ્લેન્ડના હાથે ટેસ્ટ શ્રેણી ૪-૧થી ગુમાવી દીધા બાદ ટીમ ઇન્ડિયાને ફટકો પડ્યો છે. આને લઇને દેશભરમાં ચર્ચા છેડાઈ ગઈ છે. કુશળતાને લઇને પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. પ્રસાદે કહ્યું છે કે, ઓપનિંગ બેટ્‌સમેનોએ પણ નિરાશ કર્યા છે. ત્રીજા અને પાંચમાં નંબરના બેટ્‌સમેનો પણ ફ્લોપ રહ્યા છે. તેમનું કહેવું છે કે, જ્યારે અમે કોઇ ખાસ નંબર માટે ખેલાડીઓની પસંદગી કરીએ છીએ ત્યારે તેમની પાસે આગળ વધવાની પુરતી તક રહે છે.

અમારા ઓપનિંગ બેટ્‌સમેનો વધુ સારો દેખાવ કરી શક્યા હોત પરંતુ આ બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા છે. ઇંગ્લેન્ડના બેટ્‌સમેનો પણ ફ્લોપ રહ્યા છે પરંતુ અમારી નિષ્ફળતા વધારે જાવા મળી રહી છે. ઇંગ્લેન્ડમાં સ્થિતિ સારી ન હતી. બંને ઓપનિંગ બેટ્‌સમેનોની નિષ્ફળતા અંગે પ્રસાદે કોઇ સીધીરીતે વાત કરી ન હતી. નંબર ત્રણ અને નંબર પાંચ ઉપર પુજારા અને રહાણે સંતોષજનક દેખાવ કરી શક્યા છે પરંતુ તેમની પાસેથી વધારે સારા દેખાવની અપેક્ષા હતી. આગામી દિવસોમાં ખેલાડીઓ સાથે સંબંધિત ટીમમાં મોટા ફેરફારના સંકેત દેખાઈ રહ્યા છે. નવા ખેલાડીઓને સામેલ કરવામાં આવે તેમ માનવામાં આવે છે.

 

 

Share This Article