આઇસીસી અન્ડર19 ક્રિકેટ વર્લ્ડ કપ ટીમની જાહેરાત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આઇસીસી અન્ડર19 ક્રિકેટ વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરવામાં આવી છે. સાઉથ આફ્રિકાના કેપ્ટનન રેનાંર્ડ વાન ટોન્ડરની આ વર્લ્ડ ટીમના સુકાની પદે પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં છ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ટીમમાં ભારતના પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં બેટિંગ લાઇન-અપ ટોપ થ્રી બેસ્ટમેન પૃથ્વી શો, મનજોત કાલરા અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ  શુબમન ગીલની પસંદગી કરવામાં આવી છે.  આ ઉપરાંત લેફ્ટ આર્મ સ્પિનર અનુકૂલ રોય અને ઝડપી બોલર કમલેશ નાગરકોટીની પસંદગી કરવામાં આવી છે.

આ ટીમની પસંદગી પેનલ દ્વારા કરવામાં આવી છે, જેમાં ઇયાન બિસોપ, અંજુમ ચોપરા, જેફ ક્રોવે, શશાંક કિશોર અને ટોમ મૂડીનો સમાવેશ થાય છે.

આઇસીસી અન્ડર19 ક્રિકેટ વર્લ્ડ કપ ટીમમાં  પસંદગી પામેલ ખેલાડીઓઃ (બેટિંગ ઓર્ડર પ્રમાણે)

  1. પૃથ્વી શો (ભારત) – ૨૬૧ રન
  2. મનજોત કાલરા (ભારત) – ૨૫૨ રન
  3. શુબમન ગીલ (ભારત) – ૩૭૨ રન
  4. ફિન એલન (ન્યૂઝીલેન્ડ) – ૩૩૮ રન
  5. રેનાંર્ડ વાન ટોન્ડર (સાઉથ આફ્રિકા – કેપ્ટન) – ૩૪૮ રન
  6. વેન્ડિલ મેક્વેતુ (સાઉથ આફ્રિકા – વિકેટ કિપર) – ૧૮૪ રન અને ૧૧ કેચ
  7. અનુકૂલ રોય (ભારત) – ૧૪ વિકેટ
  8. કમલેશ નાગરકોટી (ભારત) – ૯ વિકેટ
  9. ગેરાલ્ડ કોઇત્ઝી (સાઉથ આફ્રિકા) – ૮ વિકેટ
  10. ક્વાઇસ એહમદ (અફઘાનિસ્તાન) – ૧૪ વિકેટ
  11. શાહીન આફ્રિદી (પાકિસ્તાન) – ૧૨ વિકેટ
  12. એલિક અથાનાઝે (વેસ્ટ ઇન્ડિઝ) – ૪૧૮ રન (૧૨મો ખેલાડી)
છબી સૌજન્યઃ આઇસીસી
Share This Article