વર્લ્ડ સ્કિલ્સ કઝાન ૨૦૧૯માં ભારતીય ટીમે ૧૯ મેડલ જીત્યાં

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર ભારતને ગર્વ અપાવતાં ભારતીય ટીમ કઝાન, રશિયામાં આયોજિત વર્લ્ડ સ્કિલ્સ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન ૨૦૧૯માં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ટ પ્રદર્શન કરીને પરત ફરી છે. ટીમે ૧૯ મેડલ અને ઉત્કૃષ્ટતા મેડલ જીત્યાં છે. ૪૮ સદસ્યોની ભારતીય ટીમે કઝાનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં એક ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યાં છે. આ પ્રસંગે રશિયન ફેડરેશનના પ્રેસિડેન્ટ વ્લાહિમિર પુતિન પણ ઉપસ્થિત હતાં.

ઐતિહાસિક જીત હાંસલ કરતાં ભારતીય ટીમે વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર કૌશલ્યના નવા ધોરણો સ્થાપિત કર્યાં છે અને ભારત ૧૩માં ક્રમે રહ્યું છે, જ્યારે કે વર્ષ ૨૦૧૭માં અબુધાબીમાં ભારત ૧૯માં ક્રમે રહ્યું હતું તથા ૧૩ મેડલ્સ જીત્યાં હતાં.

એસ અસવથા નારાયણે ઓરિસ્સાનું પ્રતિનિધિત્વ કર્યું અને વોટર ટેક્નોલોજીમાં એક ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે ૧૧ દેશો સાથે સ્પર્ધા કરી હતી. તેમણે ભારતીય સ્પર્ધકો વચ્ચે બેસ્ટ ઓફ નેશનનો એવોર્ડ મળ્યો છે. પ્રણવ નુતાલાપતિએ કર્ણાટકનું પ્રતિનિધિત્વ કર્યું અને ૩૩ દેશો સાથે સ્પર્ધા કરીને વેબ ટેક્નોલોજીમાં સિલ્વર મેડલ જીત્યો છે. સંજય પ્રમાણિકે પશ્ચિમ બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું અને જ્વેલરીના ક્ષેત્રમાં ૧૬ દેશો સાથે સ્પર્ધા કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. શ્વેતા રતનપુરાએ મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું અને ૩૫ દેશો સાથે સ્પર્ધા કરીને ગ્રાફિક ડિઝાઇનિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. શ્વેતા વર્લ્ડ સ્કિલ્સ કઝાન ૨૦૧૯માં મેડલ જીતનારી એકમાત્ર મહિલા સ્પર્ધક પણ છે.

આ કોમ્પિટિશન વ્યવસાયિક કૌશલ્યના ક્ષેત્રમાં વિશ્વસ્તરીય આયોજન બની છે. આ વર્ષે કોમ્પિટિશનમાં ૬૩ દેશોના ૧,૩૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમણે ૫૬ પ્રકારના કૌશલ્યોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમ ૧૯ મેડલ જીતીને વ્યવસાયિક કૌશલ્યના વિષયમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. ટીમે પ્રતિભા સાબિત કરી છે તથા સમર્પણ અને પ્રતિબદ્ધતાનો પણ પુરાવો આપ્યો છે.

ભારતીય ટીમને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ અભિનંદન પાઠવતાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા પ્રધાન ડો. મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું હતું કે, “આ ભારત માટે ગર્વનો સમય છે. ભારતીય ટીમને ઐતિહાસિક જીત બદલ અભિનંદન કે જેમણે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર અદ્ભુત પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. આ જીત ઘણાં ભારતીયોને પ્રેરિત કરશે. વિજેતાઓ અને તેમના એક્સપર્ટ્સને સખત મહેનત બદલ સન્માનિત કરવામાં આવશે. વ્યક્તિગતરૂપે આ મારા માટે ગર્વનો સમય છે. વર્લ્ડ સ્કિલ્સ ૨૦૧૯ સાચા અર્થમાં કૌશલ્યનું ઓલમ્પિક છે. આ જીત આપણા વડાપ્રધાનના કુશળ ભારતના દ્રષ્ટિકોણને વધુ નજીક લઇ જશે. હું તમામ સ્પર્ધકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું, જેમણે ઐતિહાસિક જીત સંભવ કરી બદાવી છે. તેઓ ભારતીય યુવાનો માટે પ્રેરણાસ્રોત બન્યાં છે.”

S.noCandidateState Represented MedalSkill
1Aswatha Narayana SanagavarapuOdishaGoldWater Technology
2Pranav UdayarkNutalapatiKarnatakaSilverWeb Technologies
3Shweta RatanpuraMaharashtraBronzeGraphic Design Technology
4Sanjoy PramanikWest BengalBronzeJewellery
5SumanthSantemavathuruChikkabettiahKarnataka

 

Medallion of Excellence

 

Mechatronics

 

6ManjunathaDesurakara
7Mohammed RabithKunnampalliKeralaMedallion ofExcellenceWall and floor tiling
8Govind Kumar SonkarUttar PradeshMedallion ofExcellenceCar Painting
9Faruk AhmedTripuraMedallion of ExcellenceBakery
10TusharTukaramPhadatareMaharashtraMedallion ofExcellenceAutomobile Technology
11Shubham SinghPunjabMedallion ofExcellence

 

Cyber Security

 

12SwapnilDelhi
13NidhinPremKeralaMedallion ofExcellence3D Digital Art Game
14ThasleemMohideenTamil NaduMedallion ofExcellenceHealth and Social Care
15SurajUttarakhandMedallion of ExcellenceAutobody Repair
16OmkarShivalingGuravMaharashtra

 

Medallion of Excellence

 

Mobile Robotics

 

17Rohan RavindraHanagi
18Koteshwar Reddy GolipallyTelanganaMedallion of ExcellenceWelding
19MdRamjanMominWest BengalMedallion of ExcellenceBricklaying
20Saurabh BaghelUttar PradeshMedallion of ExcellencePatisserie and Confectionary
21Ankit AnandBiharMedallion of ExcellenceVisual Merchandising
22Gursheesh Singh ChawlaChandigarhMedallion of ExcellenceIT Software Solutions for Business

 

Share This Article