ટીમ ઈન્ડિયા કુવૈતને હરાવી ચેમ્પિયન બની, સ્ટેડિયમ વંદે માતરમથી ગુંજવા લાગ્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મેજબાન ભારતે કુવૈતને પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી હરાવીને નવમી વાર સૈફ ફુટબૉલ ચેમ્પિયનશિપ જીત લીધી છે. આ જીત સાથે જ ભારતીય ટીમે પોતાની હૈટ્રિક પુરી કરી છે. તે આ ટૂર્નામેન્ટ પહેલા નેશંસ કપ અને ઈંટરકોન્ટિનેંટલ કપ જીતી ચુકી છે. ભારતીય ટીમની જીત બાદ સ્ટેડિયમમાં જે નજારો જોવા મળ્યો તો, ફેન્સને વર્ષોના વર્ષ સુધી યાદ રહેશે. લગભગ ૩૦ હજાર ફેન્સ ભારત અને કુવૈત વચ્ચે આ રોમાંચક ફાઈનલ મેચ જોવા બેંગલુરુના કાંતિરાવ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. મેચ ખતમ થતાં જ સુનીલ છેત્રી ફેન્સનું અભિવાદન કરવા લાગ્યા. ત્યારે આખા સ્ટેડિયમમાં વંદે માતરમ ગુંજવા લાગ્યું. છેત્રી અને ફેન્સ એક સાથે આ ગીત ગાતા જોઈ શકાય છે. ધીમે ધીમે ટીમ ઈંડિયા પણ ફેન્સ સાથે મા તુઝે સલામ ગીત ગાતા જોઈ શકાય છે. ચારેતરફ ફક્ત દેશભક્તિનો નજારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મેચ બાદ સુનીલ છેત્રીએ ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે બેંગલુરુના દર્શકોના આ રોમાંચક મેચમાં જુસ્સો વધારવા માટે આભાર વ્યક્ત કર્યો. છેત્રીએ જણાવ્યું કે, આ મેચ આસાન નહોતી, પણ ફેન્સે ચીયર કરવામાં કોઈ કમી નહોતી રાખી. છેત્રી બેંગલુરુ એફસી માટે રમે છે. ગોલકીપર ગુરપ્રીત સિંહ સંધૂએ ડાઈવ લગાવીને નિર્ણાયક પેનલ્ટી બચાવી અને ભારતે મંગળવારે કુવૈતને શૂટઆઉટમાં ૫-૪થી હરાવીને નવમી વાર સૈફ ફુટબોલ ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો. બંને ટીમે ૧૨૦ મિનિટની રમત સુધી ૧-૧થી બરાબરાની ઈનિંગ્સ રમી હતી. પેનલ્ટી શૂટઆઉટના પાંચ રાઉન્ડ બાદ પણ સ્કોર ૪-૪ હતો, જે બાદ સડન ડૈથ પર ર્નિણય થયો. મહેશ નોરેમે સ્કોર કર્યો અને ભારતના ગોલકીપર ગુરપ્રીત સંધૂએ ડાઈવ લગાવીને ખાલિદ હાજિયાને શોટ બચાવીને મેચ જીત લીધી

Share This Article