સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટનામાં, એક શિક્ષકને વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. 2 વિદ્યાર્થીનીઓને શારીરિક અડપલા કરતા પોલીસે શિક્ષકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી.
આ ઘટનાએ એકવાર ફરીથી બાળકોની સુરક્ષા અને શાળાઓમાં અનુભવાતી સુરક્ષાની અછતને પ્રકાશમાં લાવી છે. ધોરણ-૫માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓએ એક શિક્ષક દ્વારા અયોગ્ય રીતે સ્પર્શ કરવાની ઘટનાની જાણ તેમના માતા-પિતાને કરી હતી. વિદ્યાર્થીનીઓએ શાળામાં પોલીસ દ્વારા આપવામાં આવેલી “ગુડ ટચ-બેડ ટચ”ની તાલીમને યાદ કરીને આ ઘટના વિશે ખુલીને વાત કરી હતી. તેમણે સમજાવ્યું કે શિક્ષક દ્વારા કરવામાં આવેલ સ્પર્શ તેમને અસ્વસ્થ અને અસુરક્ષિત અનુભવ કરાવતો હતો. આ બાબતે માતા-પિતાએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઉમરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી શિક્ષક વિજય પટેલની ધરપકડ કરી છે. શાળાઓએ માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં પરંતુ બાળકોની સુરક્ષા માટે પણ પ્રતિબદ્ધ રહેવું જાેઈએ. શાળાઓએ નિયમિત ધોરણે બાળકોને સુરક્ષા વિશે જાગૃત કરવાના કાર્યક્રમોનું આયોજન કરવું જાેઈએ.