આમ તો કહેવાય છે કે એક માતા 100 શિક્ષક બરાબર છે … પણ તોય જીવનમાં એક શિક્ષકની તો જરૂર હોય જ છે,
અને શિક્ષણનું મહત્વ આપણા જીવનમાં કેટલું છે એ તો તમે સૌ જાણતા જ હશો…
એક શિક્ષક જ છે જે આપણને અક્ષરજ્ઞાન આપે છે… અત્યારે હું જે લખી શકું છું એ મારા જીવનમાં આવેલા શિક્ષકોને જ આભારી છે અને તમે જે આ વાંચી રહ્યા છો એ પણ તમારા જીવનમાં આવેલા શિક્ષકને જ આભારી કહી શકો ને ??
આજના યુગમાં આમ જુવો તો શિક્ષ નું મહત્વ ખૂબ વધી રહ્યું છે, પહેલા ના વખત માં 10 પાસ થાય તો ય છોકરો ખૂબ ભણ્યો કે છોકરીએ ઘણું ભણી લીધું કહેવાતું… સમય જતા ગ્રેજ્યુએટ થયેલા ખૂબ જાજુ ભણ્યા એમ કહેવાવા લાગ્યું, અને અત્યારના યુગમાં તો માસ્ટર ડિગ્રી પણ હવે સામાન્ય ભણતર ગણવા લાગી છે… અને આ બધું ભણાવે છે કોણ ??? એક શિક્ષક અર્થાત અલગ અલગ વિષય નિષ્ણાત શિક્ષકોની ટીમ, જેમના માર્ગદર્શનથી વિદ્યાર્થી માસ્ટર ડિગ્રી સુધી કે એનાથી પણ આગળ અભ્યાસ કરી શકે છે
તો તમારા જીવન ઘડતરમાં આટલો મહત્વનો ફાળો આપનાર શિક્ષકોના સન્માનનો દિવસ એટલે કે શિક્ષકદિન કેમ ભુલાય ???
તો ચાલો આજે શિક્ષક વિશે થોડી વધુ વાત કરીયે… અને શિક્ષકદિનના મહત્વ વિશે પણ વાત કરીયે…
શિક્ષક ની વાત છે તો શિક્ષણ ની વાત તો હોય જ ને… બંને જાણે એક સિક્કા ની બે બાજુ… શિક્ષક છે તો કાઈ ક તો શિક્ષણ હશે જ અને કાઈ ક શિક્ષણ છે તો એને શીખવવા એક શિક્ષક પણ હોય જ…
તો પહેલી વાત શિક્ષણ ની…
ભારત ના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મ જયંતિ નિમિત્તે 11 નવેમ્બરનો દિવસ ભારતમાં “રાષ્ટ્રીય શિક્ષણ દિન” તરીકે ઉજવાય છે એ ઘણા ઓછા લોકો જાણતા હશે…
જ્યારે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ને ભારત માં શિક્ષકદિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા એ પહેલા તેઓ ચેન્નાઇ ની પ્રેસિડેન્સી કોલેજ માં મલયાલમ ભાષા ના શિક્ષક હતા…. અને તેમનો વિષય હતો “તત્વજ્ઞાન”.
તત્વજ્ઞાન માં તેમની વિદ્વતા અસાધારણ હતી.. ઓક્સફર્ડ યુનિવર્સિટી ના વૈશ્વિક લેજન્ડ પ્રિન્સિપાલ જે ઇસ્ટીન કાર્પેન્ટર નિવૃત થતા તેના સ્થાને ડો. રાધાકૃષ્ણન જોડાયા હતા.
આવા પ્રખર શિક્ષક નો ભારતે જ આગ્રહપૂર્વક લાભ લેવો જોઈએ એવો મદન મોહન માલવીય વિચાર રજુ કર્યો હતો, ભારત ના બંધારણ ની ટીમ.માં , સોવિયેત યુનિયન માં ભારત ના રાજદૂત, 1933 થી 1937 સુધી સળંગ પાંચ વર્ષ નોબેલ પ્રાઈઝ માટે નોમિનેટ થનાર વિશ્વ ની એકમાત્ર મહાન વિભૂતિ, તેમજ 1962 -67 ભારત ના રાષ્ટ્રપતિ…
આટલા મહા મહા મહા શિક્ષકની યાદમાં તેમના જન્મદિવસ નિમિત્તે શિક્ષણ દિવસની ઉજવણી એટલે તેમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલી …
ભલે 17 એપ્રિલ 1975 ના એમણે આપણી વચ્ચે થી વિદાય લીધી.. પણ એક સારા શિક્ષક તરીકેનું સન્માન અને આપણા દરેક શિક્ષક માં જાણે એમનો અંશ હોય એવું નથી લાગતું તમને ???
- પારુલ ઠક્કર