બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનો મોટો દિકરો તેજપ્રતાપ યાદવ આજકાલ તેની ફિલ્મ રુદ્રાને લઇને ચર્ચામાં છે. તે ફિલ્મના પ્રમોશન માટે પણ અલગ અલગ જગ્યાએ દેખાતો રહે છે. ક્યારેક જીમમાં પરસેવો પાડે છે તો ક્યારેક સશિયલ મિડીયા પર પ્રમોશન કરતો દેખાય છે. ફિલ્મને લીધે તેજપ્રતાપે રાજનિતી છોડી દીધી તેવુ લોકો કહેતા હતા પરંતુ તેવુ કાંઇ જ નથી.
નરેન્દ્ર મોદીએ 2014માં ચાય પે ચર્ચા નામનુ કેમ્પેઇન શરૂ કર્યુ હતુ. તેવી જ રીતે તેજપ્રતાપે પણ ચાય વીથ તેજપ્રતાપ નામનુ એક કેમ્પેન શરૂ કર્યુ છે. રવિવારે શરૂ થયેલા આ કેમ્પેન અંતર્ગત તેજપ્રતાપે ક્ષેત્રના લોકો સાથે મુલાકાત કરી. તેમને શું સમસ્યા છે તે સાંભળી અને કહ્યુ કે આ સમસ્યાઓને જલ્દી થી જલ્દી ઉકેલ લાવવામાં આવશે. નરેન્દ્ર મોદીના પગલે ચાલી રહેલા તેજપ્રતાપે ટ્વીટ કર્યુ હતુ કે, આજે પોતાની કર્મભૂમિ પર ૭ કલાક ભ્રમણ કર્યુ, લોકોની ફરિયાદ સાંભળી. કોઇની સાથે ચા પીધી તો ક્યાંક લોકો સાથે ખુર્શી ઢાળીને બેઠા હતા.
હવે તેજપ્રતાપ પણ રાજનીતિમાં પાવરધા થઇ ગયા હોય તેમ જણાય છે. આવનારી ચૂંટણી માટે અત્યારથી જ જાણે પ્રયાસ શરૂ કરી દીધા છે.