મુંબઈ : શેરબજારમાં ટોચની ૧૦ કંપનીઓ પૈકીની તમામ કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. છેલ્લા સપ્તાહમાં ૧૦ કંપનીઓની માર્કેટ મૂડી ૨૧૪૨૦૩ કરોડ રૂપિયા વધી ગઈ છે. સૌથી વધારે લાભ ટીસીએસને થયો છે. છેલ્લા સપ્તાહમાં મુંબઈ શેરબજારમાં સેંસેક્સમાં જોરદાર તેજી રહેતા ૧૨૧૩ પોઇન્ટનો અથવા તો ૨.૩૪ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. આની સાથે જ તેની સપાટી ૩૬૧૯૪ રહ્યો હતો. સપ્તાહના ગાળા દરમિયાન ટીસીએસની માર્કેટ મૂડી ૫૮૨૯૩.૩ કરોડ વધીને ૭૩૯૪૪૪.૯૩ કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. આ ગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી ૪૧૪૨૬.૭૨ કરોડ વધીને ૭૪૦૪૭૦.૮૦ કરોડ રૂપિયા રહી છે.
માર્કેટ મૂડીની દ્રષ્ટિએ અન્ય તમામ કંપનીઓની મૂડીમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ રિલાયન્સ પ્રથમ ક્રમાંક ઉપર છે જ્યારે ટીસીએસ બીજા અને એચડીએફસી બેંક ત્રીજા સ્થાને છે. સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન મારુતિ સુઝુકીની માર્કેટ મૂડી ૭૬૯૨.૪૭ કરોડ રૂપિયા વધીને ૨૩૧૫૩૨.૨૮ કરોડ રૂપિયા થઇ ગઇ છે. સ્ટેટ બેંકની માર્કેટ મૂડી ૧૫૬૧.૮૮ કરોડ રૂપિયા વધીને નવી સપાટી ઉપર પહોંચી છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન જારદાર ઉથલપાથલ જાવા મળી છે