બેંગ્લોર : ટીસીએસે આ વર્ષે ૨૮૦૦૦ કેમ્પસ રિક્રુટ કરી છે. આની સાથે જ ઓફર કરનાર સૌથી વધુ સંખ્યા છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં ફ્રેશરોને સૌથી વધુ નોકરી તેના દ્વારા આપવામાં આવી છે જે દર્શાવે છે કે, ટીસીએસ હજુ પણ નવા કર્મચારીઓને તક આપવામાં સૌથી આગળ છે. તેની સર્વિસ માટે મજબૂત માંગ રહેલી છે. છેલ્લા બે વર્ષના ગાળામાં કંપનીએ ફ્રેશરને ૨૦૦૦૦ ઓફર કરી છે. બિઝનેસ અને ગ્રોથની દ્રષ્ટિએ ખુબ સારી માંગ જાવા મળી રહી છે.
આ વર્ષના પ્રથમ છ મહિનામાં ૧૬૦૦૦ લોકોને નોકરી આપવામાં આવી છે. ટીસીએસમાં ગ્લોબલ હ્યુમન રિસોર્સ હેડ અને મુખ્ય કારોબારી અજાય મુખર્જી દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં કંપની દ્વારા મોટાપાયે નવા કર્મચારીઓને ઉમેરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ૧૦૨૨૭ લોકો નવા ઉમેરવામાં આવ્યા છે જે ૧૨ ત્રિમાસિક ગાળામાં સૌથી વધારે છે. અન્ય કંપનીઓમાં આ પ્રમાણ ઓછું રહ્યું છે.
ટીસીએસ જુદા જુદા ક્ષેત્રોમાં કારોબાર ધરાવે છે. બે સેક્ટરોમાં હાલ નબળાઈ જાવા મળી છે જ્યારે બેંકિંગ, ફાઇનાÂન્સયલ સર્વિસ અને રિટેલમાં સારી સ્થિતિ જાવા મળી રહી છે. કંપનીએ ૧૦૦ ટકા ભથ્થાઓ પણ તેના કર્મચારીઓને આપ્યા છે. આગામી દિવસોમાં ટીસીએસની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે કુશળ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. રેગ્યુલર એન્ટ્રી લેવલના કર્મચારીઓ માટે વળતર વધારવાની કોઇ યોજના કંપની ધરાવે છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા મુખર્જીએ કહ્યું હતું કે, હાલમાં આ સંદર્ભમાં ટીકા કરવા માંગતા નથી.