સ્કીલમાં બધી મહારથ છે તો ટીસીએસમાં બે ગણો પગાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી: ભારતની સૌથી વધારે હાઈરિંગ અથવા તો ભરતી કરનાર કંપની પૈકીની એક ટીસીએસ હવે આધુનિક ડિજિટલ સ્કીલ ઉપર વધારે ધ્યાન આપી રહી છે. કંપની આધુનિક સ્કીલ ઉપર મહારથ ધરાવનાર ફ્રેશરને વધારે તક આપી રહી છે. સાથે સાથે તેમને આકર્ષક પગાર પણ ચુકવી રહી છે. હાલમાં જ કંપનીએ એક હજાર નવા ફ્રેશર એÂન્જનિયરોની ભરતી કરી છે જે નવા જમાનાની ડિજિટલ સ્કીલમાં કુશળતા ધરાવે છે.

આઈટી ઇન્ડસ્ટ્રીમાં સામાન્યરીતે એન્જિનિયરોની એન્ટ્રી લેવલના પગાર ૩.૫ લાખ રૂપિયા વાર્ષિક રહે છે પરંતુ ટીસીએસે ડિજિટલ સ્કીલમાં કુશળતા ધરાવનાર એન્જિનિયરોને ૬.૫ લાખ રૂપિયાના વાર્ષિક પગાર પેકેજની ઓફર કરી છે. આ ઉમેદવારોની પસંદગી એક ટેસ્ટ ક્લિયર કરવામાં આવ્યા બાદ કરવામાં આવી છે. આ વર્ષથી જ ટીસીએસે પોતાની પસંદગીની વ્યૂહરચના બદલી નાંખી છે. નેશનલ ક્વોલીફાયર ટેસ્ટના નામથી એક ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા બાદ તેના આધાર પર ભરતી કરવામાં આવી રહી છે.

કંપનીનું કહેવું છે કે, ઓનલાઈન ટેસ્ટની મદદથી તે દૂરગામી વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકશે અને કુશળ વિદ્યાર્થીઓની ભરતી કરી શકશે. કંપનીની નિમણૂંક પ્રક્રિયા ૩થી ચાર સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવી રહી છે. પહેલા કંપની ૩૭૦ કોલેજામાં જઇને વિદ્યાર્થીઓની પસંદગી કરતી હતી પરંતુ હવે ઓનલાઈન ટેસ્ટના પરિણામ સ્વરુપે ટીસીએસ ૨૦૦૦ કોલેજા સુધી પહોંચી રહી છે. ટીસીએસના અધિકારીઓનું કહેવું છે કે, કુશળ દેખાવ કરનાર ઉમેદવારને વધુ એક ટેસ્ટ આપવાની જરૂર હોય છે. આ ટેસ્ટમાં પાસ થયા બાદ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે ત્યારબાદ પસંદગી કરવામાં આવે છે. જેના આધાર પર પગાર ધોરણ નક્કી કરવામાં આવે છે. ટીસીએસની આ રણનીતિ અસરકારક રહી છે જેના લીધે કુશળ વિદ્યાર્થીઓ કંપનીને મળી રહ્યા છે.

Share This Article