કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ તે કંપનીઓ માટે ૨૫ ટકાના ઘટતા દરની દરખાસ્ત કરી છે, જેમનું નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ટર્નઓવર ૨૫૦ કરોડ રૂપિયા સુધી છે. આ માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સમગ્ર વર્ગને ફાયદો પહોંચાડશે. ટેક્સ રિટર્ન દાખલ કરનારી ૯૯ ટકા કંપનીઓ આ વર્ગમાં જ આવે છે. આ નિર્ણય થી સરકારને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૭૦૦૦ કરોડનું મહેસૂલી નુક્શાન થશે. આ બાબતનો સ્વીકાર કરતાં નાણા મંત્રીએ આજે સસંદમાં જણાવ્યું કે તબક્કાવાર રીતે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો લાવવાના મારા વાયદાને પૂરો કરવાની દિશામાં ઉઠાવાયેલુ પગલુ છે. કોર્પોરેટ ટેક્સની નીચા દરથી ૯૯ ટકા કંપનીઓને ફાયદો થશે. તેમની પાસે રોકાણ કરવા માટે વધારે મૂડી હશે. તેથી રોજગારની નવી તકો સર્જાશે.
હિટવેવથી બચવા સાવચેતી રાખવા શું કાળજી રાખવી, રાખો માત્ર આટલું ધ્યાન
માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ હાલમાં...
Read more