નવી દિલ્હી : પહેલી એપ્રિલ એટલે કે નવા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ની શરૂઆત થઇ રહી છે. ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર થઇ રહ્યા છે જેને આ વર્ષે ધ્યાનમાં લેવા પડશે. નવા વર્ષમાં ઇન્કમટેક્સની બચત કઇ રીતે થઇ શકશે અને કઇ રીતે રોકાણ થઇ શકશે તેને લઇને જાણકાર લોકો વાત કરી રહ્યા છે. બે પોતાના ઘર ટેક્સની ચિંતા વગર રાખી શકાય છે. ટેક્સ નિષ્ણાંત બળવંત જૈનનું કહેવું છે કે, પહેલા બે ઘર થવાની સ્થિતિમાં આપને એક ઘર માટે ઇન્કમટેક્સ ભરવાની જરૂર હતી. મકાન ખાલી હોય તો પણ ટેક્સ ભરવાની જરૂર પડતી હતી. ખાલી ઘરને પણ ભાડા ઉપર માનીને ટેક્સની વસુલી કરવામાં આવતી હતી. હવે આ નિયમ બદલાઈ ચુક્યા છે. આ વર્ષે ટેક્સ આપ્યા વગર બીજા ઘરની ખરીદી કરી શકાય છે.
ખાલી ઘર રહેવાની સ્થિતિમાં પણ કોઇ ટેક્સ ચુકવવા પડશે નહીં. હજુ સુધી એવા નિયમો હતા કે, કોઇ વ્યÂક્ત એક ઘરને વેચીને અન્ય ઘર ખરીદે છે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગૂ થશે નહીં પરંતુ બે ઘર ખરીદવા પર બીજા ઘર ઉપર ટેક્સ લાગૂ થતાં હતા. એટલે કે બીજા ઘર ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ આપવાની ફરજ પડી રહી હતી. હવે આ નિયમ બદલાઈ ચુક્યા છે. બીજી બાજુ હવે કોઇ એક ઘર વેચીને તેનાથી મળેલા પૈસાથી બે ઘર ખરીદવામાં આવે તો પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચુકવવાની જરૂર પડશે નહીં.
આ વર્ષે એ ઘરને કાઢી શકાય છે જેના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ આપવાથી બચવા માટે વેચવાના પ્રયાસ કરી રહ્યા હતા. સરકારી કર્મચારીઓના પેન્શન ફંડમાં આપવામાં આવતું યોગદાન મૂળભૂત પગારના ૧૦ ટકાથી વધીને ૧૪ ટકા કરી દેવામાં આવ્યું છે. અલબત્ત લઘુત્તમ યોગદાન ૧૦ ટકા રહેશે. જા તમે સરકારી કર્મચારી છો તો પેન્શન ફંડ વધારે મજબૂત થશે જે સરકારી કર્મચારી નથી તેમના માટે પણ એમપીએસમાં રોકાણ કરવાની બાબત વધારે સરળ બની ગઈ છે. બળવંત જૈનનું કહેવું છે કે, એનપીએસમાં પહેલા માત્ર ટીયર-૧ એકાઉન્ટમાં જ ટેક્સ બેનિફિટ મળતા હતા પરંતુ હવે ટીયર-૨ એકાઉન્ટમાં પણ લાભ મળશે. ટીયર-૧ ખાતામાં એવી રકમ હોય છે જેમાં જે પણ યોગદાન કર્મચારીનું હોય છે તે ૬૦ વર્ષની વય સુધી જમા થાય છે. ત્યારબાદ એન્યુટી ખરીદીને ત્યાંથી પૈસા કાઢી શકાય છે.
ટીયર-૨ એક ટેમ્પરરી સેવિંગ એકાઉન્ટ છે. એનપીએસમાં રિટર્ન હવે સારા મળશે. બીજી બાજુ વાર્ષિક કરપાત્ર ઇન્કમ પાંચ લાખ રૂપિયા સુધી છે તો આવતીકાલથી એટલે કે નવા નાણાંકીય વર્ષમાં આ રકમ ટેક્સ ફ્રી થઇ જશે. સાથે સાથે સ્ટાન્ડર્ડ ડિડક્શન ૪૦૦૦૦થી વધીને ૫૦૦૦૦ રૂપિયા થઇ જશે. જા યોગ્યરીતે રોકાણ કરેલું છે તો ૧૦ લાખની આવક પણ ટેક્સ ફ્રી થઇ જશે.