સ્ટાર્ટ અપ ઈન્ડિયા પ્રોગ્રામમાં ટેક્સને લઈને વચગાળાના બજેટમાં જાહેરાત કરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારત સરકારના નાણામંત્રી ર્નિમલા સીતારમણે આજે સંસદમાં વર્ષ ૨૦૨૪નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં નાણામંત્રીએ અનેક જાહેરાતો કરી હતી. નાણામંત્રીએ વર્ષ ૨૦૨૪નું બજેટ ૬૦ મિનિટના પૂર્ણ કર્યું હતું. આ ૬૦ મિનિટની સ્પીચમાં તેમણે વિવિધ સેક્ટરો અને યોજનાઓ અંગે જાહેરાત કરી હતી. બજેટ ૨૦૨૪માં ટેક્સમાં કોઈ રાહત મળશે એવી બધાને આશા હતી પંરતુ એવું ન થયું, પરંતુ નાણામંત્રીએ એક પ્રોગ્રામમાં આ અંગે રાહતની જાહેરાત કરી હતી. નાણામંત્રી ર્નિમલા સીતારમણે સ્ટાર્ટ અપ પ્રોગ્રામમાં ટેક્સમાં રાહત આપવામાં આવશે એવી જાહેરાત કરી હતી. જેથી નવા ઉદ્યોગોને મોટી રાહત મળશે. સ્ટાર્ટ અપ યોજનાઓ પર ટેક્સમાં સરકાર દ્વારા છૂટ આપવામાં આવતા વધુ યુવાઓને તેમના નવા આઈડિયા સાથે બિઝનેસ સ્ટાર્ટ કરવામાં સરકાર તરફથી મદદ મળશે.

Share This Article