ભારતની સૌથી મોટી પાવર કંપની ટાટાએ હંમેશા મહિલા સશક્તિકરણ મટે અલગ અલગ દિશામાં કામ કર્યા છે. હવે ટાટા કંપનીએ મહિલા સશક્તિકરણ માટે “વી કેર ફોર શી” અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાન વિશ્વ મહિલા દિવસના દિવસે જ શરૂ કરવામાં આવ્યુ હતું.
આ અભિયાનનો ઉદેશ્ય મહિલાઓ અને તેમના પરિવારને સાથે રાખીને મહિલા વિકાસ યોજના અને પ્રોગ્રામ વિશે માર્ગદર્શન આપવાનું હતો. આ અભિયાનને શિશુ અને માતૃ દેખભાળ અંતર્ગત શિશુ સુરક્ષાની પહેલ સાથે શરૂ કરવામાં આવ્યું હતું. ટાટા પાવરના કર્મચારીઓએ બાળક સુરક્ષા, સડક સુરક્ષા જેવા મહત્વપૂર્ણ વિષયો પર આંગણવાડીમાં માર્ગદર્શન આપ્યુ હતુ.
આ પહેલ વિષે ટાટા પાવર કંપનીના સીઓઓ અશોક શેઠીએ જણાવ્યુ હતુ કે લૈંગિક સમાનતા ફક્ત મહિલાઓ માટે નથી. આપણા સમાજ, આપણી અર્થ વ્યવસ્થા અને આપણા દેશ માટે છે. મહિલા સશક્તિકરણની વધુ થી વધુ માહિતી પહોંચાડવી અને જીવનમાં તમામ નિર્ણયો જાતે લઇ શકે.
મહિલા આજે દરેક ક્ષેત્રમાં આગળ છે, આજે મહિલા પુરુષ સમોવડી બની રહી છે ત્યાં જ બીજી તરફ ઘણી મહિલાઓને પોતાના પ્રાથમિક હક વિષે જાણકારી નથી હોતી. જાણકારી ના હોવાને કારણે મહિલાઓ પાછળ રહી જાય છે અને ઘણી વાર ઘરેલૂ હિંસાનો ભોગ પણ બનતી હોય છે. આ કારણોને ધ્યાનમાં રાખીને ટાટા પાવર કંપનીએ “વી કેર ફોર શી” નામના અભિયાનની શરૂઆત કરી છે.