અમદાવાદ : ટાટા મોટર્સે જેની લાંબા ગાળાથી રાહ જોવાતી હતી તેવી એસયુવી હેરિયર બજારમાં મુકી છે, ઓટો એક્સ્પો ૨૦૧૮મા સૌપ્રથમ મુકવામાં આવેલ તેના કોન્સેપ્ટ H5Xને કારણે દરેકને અગાઉ ક્યારેય ન કર્યા હોય એક અને દરેક લાક્ષણિકતાઓથી તેવા પ્રભાવિત કર્યા છે. હેરિયરનું વેચાણ ભારતભરમાં ટાટા મોટર્સના ઓથોરાઇઝ્ડ સેલ્સ આઉટલેટ્સ ખાતે વેચાણ કરવામાં આવશે, જે આજથી શરૂ થાય છે અને તેની પ્રારંભિક કિંમત રૂ. ૧૨.૬૯ લાખ છે.
હેરિયર ખરા અર્થમાં વૈશ્વિક સ્તરની એસયુવી ઓફરિંગ છે જે ડિઝાઇન અને શ્રેષ્ઠતાનું સંપૂર્ણ મિશ્રણ છે. આજ ઊંચા પ્રકારની એસયુવી ઓપ્ટીમલ મોડ્યૂલર એફિશિયન્ટ ગ્લોબલ એડવાસ્ડ (OMEGA) આર્કિટેક્ચર e પર એન્જિનીયર્ડ કરવામાં આવી છે, જે વિવિધ ભૂપ્રદેશમાં નમૂનારૂપ ડ્રાઇવીંગ અહેસાસ આપવાનું વચન આપે છે. હેરિયર ટાટા મોટર્સની ઇમેપ્ક્ટ ડિઝાઇન ૨.૦ ડિઝાઇન લેંગ્વેજ દર્શાવતું સૌપ્રથમ વાહન છે, જે ગ્રાહકોને તેના આકર્ષક બાહ્ય દેખાવ અને લક્ઝૂરિયસ ઇન્ટેરિયર્સ સાથે પોતાની તરફ ખેંચી લાવશે.
ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ બિઝનેસ યુનિટના માર્કેટિંગ વડા વિવેક શ્રીવાસ્તવના અનુસાર “અમારા દરેક બ્રાન્ડમાંથી વધુ એક વિજેતા સાથે ટાટા મોટર્સ પાછી આવી છે – અમારું જેની લાંબા સમયથી રાહ જોવાતી તે- ટાટા હેરિયર કે જે પ્રિમીયમ મિડ સાઇઝ એસયુવી સેગમેન્ટમાં અમારા પ્રવેશનો અનુભવ કરાવે છે. આ હેરિયર કંપની તરફથી સૌપ્રથમ ૫ સિટર એસયુવી હશે. OMEGA ARC પર તૈયાર કરાયેલ પ્રથમ પ્રોડક્ટ હોવાથી, તેમજ લેન્ડરોવરના લિજેન્ડરી ડ્ઢ૮ પ્લેટફોર્મથી પ્રાપ્ત કરવામાં આવી હોવાથી, હેરિયર એ અમારી મહ¥વાકાંક્ષી પ્રોડક્ટ ડિલીવર કરવાના અમારા સતત પ્રયત્નોનું પ્રમાણ છે. આ સ્ટાઇલિશ નવા વ્હિકલને લોન્ચ કરતા હું ખૂબ જ ઉત્તેજના અનુભવું છું જે ચોક્કસપણે ટાટા મોટર્સ પીવીબીયુની સ્થિતિને ભારતીય ઓટોમોબાલ દ્યોદમાં મજબૂત રાખશે.
ટાટા મોટર્સ હેરિયર સાથે પોતાના ગ્રાહકે અત્યંત આગવી માલિકીપણાનો અનુભવ ઓફર કરે છે. ઓક્ટોબરમાં જ્યારથી બુકીંગ શરૂ થયું છે ત્યારથી જ કંપનીએ અનુભવ્યું છે કે અનેક ગ્રાહકોએ એસયુવી જેવી બજારમાં મુકાય કે તરત જ ધરાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પ્રોડક્ટમાં ગ્રાહકોએ દર્શાવેલ વિશ્વાસ અને આત્મવિશ્વાસને સમર્થન આપતા જે ગ્રાહકોએ લોન્ચીંગ પહેલ વ્હિકલ બુક કર્યું છે તેઓ લિમિટેડ એડિશન કલેક્ટર્સ આઇટમ – હેરિયરનું સ્કેલ મોડેલ વ્હિકલની ડિલીવરી સમયે પ્રાપ્ત થશે.
ટાટા એસયુવી માલિકોના વિશિષ્ટ સમુદાયના SOUL પ્રોગ્રામને હેરિયરને બજારમાં મુકવાની સાથે મજબૂત બનાવવામાં આવ્યો છે. ગ્રાહકો ભારત અને વિદેશમાંમાં વણશોધેલા ડેસ્ટીનેશન્સમાં આઇકોનિક ડ્રાઇવ કરી શકશે. તેમની માલિકીપણાની મુસાફરીને વધુ વળતરદાયક બનાવવા માટે કંપનીએ વળતરરૂપ પ્રોગ્રામ શરૂ કર્યો છે જેના દ્વારા ગ્રાહકો SOUL પોઇન્ટસમાં વધારો કરી શકે છે અને તેઓ જ્યાર હેરિયર ચલાવે ત્યારે તેને હાલની ભેટો અને સોવેનિયર્સ સામે રિડીમ કરી શકે છે.
ટાટા મોટર્સની સમકાલીન અભિવ્યક્તિ એવી નવી ઇમ્પેક્ટ ડિઝાઇન ૨.૦ લેંગ્વેજ દર્શકનું ધ્યાન ખેંચે છે. મજબૂત પ્રમાણ અને અભિવ્યક્તિત સરફેસ સાચી એસયુવી વલણ, અતુલ્ય માર્ગ હાજરી અને વૈવિધ્યતાની સમજ પૂરી પાડે છે. સમકાલીન એસયુવી ડિઝાઇન પ્રમાણ સાથે, હેરિયર બોલ્ડ ક્રોમ ફિનીશર, ફ્લેર્ડ વ્હીલ આર્ચીઝ, ડ્યૂઅલ ફંકશન LED DRLs સાથે અસ્થિર રુફ સાથે હેરિયર ભપકાદાર દેખાય છે જે તેના એકંદર નક્કર દેખાવ તરફ ધ્યાન ખેંચે છે. ઇન્ટેરિયર ડિઝાઇન સ્પષ્ટ, કચરામુક્ત છે અને સ્ટાઇલ અને વ્યવહારદક્ષતાની સ્ટાઇલનું સુંદર સંતુલન છે. ઊંચી ગુણવત્તાળી સામગ્રીનો વપરાશ અને કલર મિશ્રણ અનુભવમાં વધારો કરે છે જેના દ્વારા આગવો અને લક્ઝુરિયસની લાગણી કરાવે છે. હેરિયર ચાર મોડેલમાં જેમ કે –XE,XM.XT,XZમાં અને પાંચ કલર્સ કેલિસ્ટો કોપર, થર્મિસ્ટો ગોલ્ડ, એરિયલ સિલ્વર, ટેલેસ્ટો ગ્રે અનેઓર્કસ વ્હાઇટમાં ઉપલબ્ધ રહેશે.