બેન્ગલુરુઃ સક્ષમ જાહેર પરિવહન પ્રત્યે કટિબદ્ધતા પર ભાર આપતાં ભારતની અગ્રણી બસ બ્રાન્ડ ટાટા મોટર્સ દુનિયામાં સૌથી ભવ્ય બીટુબી બસ અને કોચ પ્રદર્શન બસ વર્લ્ડ ઈન્ડિયા ૨૦૧૮ ખાતે પાંચ નવા જાહેર પરિવહન વાહનો પ્રદર્શિત કરવા માટે સંપૂર્ણ સુસજજ છે.
પ્રદર્શનમાં પરિવહન નિવારણોની નવી શ્રેણીમાં સ્ટારબસ અલ્ટ્રા એસી ૨૨- સીટર પુશ બેક, સ્ટારબસ ૧૨ સીટર એસી મેક્સી કેબ, વિંગર ૧૨- સીટર, ટાટા ૧૫૧૫ એમસીવી સ્ટાફ બસ અને મેગ્ના ઈન્ટરસિટી કોચનો સમાવેશ થાય છે. અત્યાધુનિક ટેકનોલોજી અને આધુનિક સુરક્ષાની વિશિષ્ટતાઓથી સમૃદ્ધ આ નવા પ્રકારો ઉત્કૃષ્ટ ડિઝાઈન, ઉત્કૃષ્ટ ઈંધણ અર્થવ્યવસ્થા અને દીર્ઘ સેવા આયુષ્યને પ્રદર્શિત કરશે, જે પ્રવાસને વધુ મનોરંજક અને સુરક્ષિત બનાવે છે.
આ અવસરે બોલતાં ટાટા મોટર્સના પેસેન્જર કમર્શિયલ વેહિકલના પ્રોડક્ટ લાઈન હેડ રોહિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ટાટા મોટર્સની બસો ઉત્કૃષ્ટતાનું સીમાચિહન છે અને શ્રેણીએ ભારતીય અને વૈશ્વિક પ્રવાસની સ્થિતિઓને અનુકૂળ નાવીન્યતાઓ અપનાવી છે. અમારી ટર્નઅરાઉન્ડ ૨.૦ વ્યૂહરચના હેઠળ અમે આક્રમક રીતે સુધારિત વિશિષ્ટતાઓ અને અત્યાધુનિક ટેકનોલોજિકલ આધુનિકતાઓ સાથે પ્રોડક્ટોની નવી શ્રેણી રજૂ કરવા પર ભાર આપી રહ્યા છીએ. અમારી અગ્રતા અમારા ગ્રાહકોને કાર્યક્ષમ, સ્વચ્છ, સુરક્ષિત, પહોંચક્ષમ અને એફોર્ડેબલ મૂલ્ય પરિમાણો આપવાની છે. અમારું બસ વર્લ્ડ ૨૦૧૮માં પ્રદર્શન ડ્રાઈવર અને પ્રવાસીના આરામ અને સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ભારતમાં બસ સેગમેન્ટ માટે તૈયાર અમારાં કક્ષામાં ઉત્તમ નિવારણોનો દાખલો છે.
ટાટા મોટર્સના પેસેન્જર કમર્શિયલ વેહિકલના સેલ્સ અને માર્કેટિંગના હેડ સંદીપ કુમારે જણાવ્યું હતું કે અમે પ્લેટિનમ સ્પોન્સર તરીકે બસ વર્લ્ડ ઈન્ડિયા ૨૦૧૮ સાથે સહયોગ સાધવામાં ખુશી અનુભવી રહ્યા છીએ. ગ્રાહકોને સુવિધા, આરામ અને સ્માર્ટ પ્રવાસ વિકલ્પોનું ઉત્તમ સંમિશ્રણ પૂરું પાડીને બસોની અમારી ક્રાંતિકારી શ્રેણી પ્રદર્શિત કરવા માટે આ ઉત્તમ મંચ છે. અમારી પ્રોડક્ટ ઓફરો સાથે અમે નવા યુગની પ્રોડક્ટો અને મોબિલિટી નિવારણો માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જે પ્રવાસીઓ સાથે ડ્રાઈવરોને પણ લાભદાયી નીવડશે.
મુખ્ય રૂપરેખા
આંતરશહેરી ઉપયોગ માટે પરિપૂર્ણ નિવારણ તરીકે ઓફર કરતી મેગ્ના ભારતી પ્રથમ બસ બોડી કમ્પ્લેઈન્ડ (બીબીસી) લક્ઝરી ઈન્ટરસિટી બસ છે. તે બે પાવર નોડ્સમાં તે ઉપલબ્ધ છે (૧૮૦ એચપી અને ટૂંક સમયમાં ૨૩૦ એચપી લોન્ચ કરાશે). નવ યુગનો કોચ ૩૫- ૪૪ની શ્રેણીની બેઠક ક્ષમતા સાથે છે અને તેમાં ૭.૫ ક્યુબિક મીટરની મોકળાશભરી બૂટ સ્પેસ છે. તેમાંનાં વિશ્વસનીય પાસાંઓમાં ક્યુમિન્સ આઈએસીઈ ૫.૯ એન્જિન, ટાટા જી૭૫૦ ગિયરબોક્સ વોઈથ રિટાર્ડર અને માર્કોપોલો બસ બોડીનો સમાવેશ થાય છે. મેગ્નાનાં આકર્ષક એક્સટીરિયર્સ અને ઉત્તમ નિયુક્ત ઈન્ટિયર્સ પ્રવાસીઓ પ્રવાસમાંથી તાજગીપૂર્ણ રહીને પાછા આવે તેની ખાતરી રાખે છે.
સ્ટાફ અને ટુરિસ્ટ સેગમેન્ટને ધ્યાનમાં રાખીને લાવવામાં આવેલી સ્ટારબસ અલ્ટ્રા એસી ૨૨- સીટર પુશ બેક અને સ્ટારબસ ૧૨- સીટર એસી મેક્સી કેબ ટાટા માર્કોપોલો દ્વારા નિર્મિત હોઈ તાજગપૂર્ણ લૂક અને કક્ષામાં ઉત્તમ વિશિષ્ટતાઓ આપે છે, જેમાં વ્યક્તિગત ર્ચાજિંગ પોઈન્ટ્સ, બધી સીટ્સ પર હેન્ડ રેસ્ટ, મહત્તમ આરામ સાથે પુશ બેક લક્ઝરી લેધર સીટ્સ, પાવર સ્ટીયરિંગ, એર બ્રેક્સ, ઈન્ટીરિયર લૂક બહેતર બનાવવા માટે એલઈડી લાઈટિંગનો સમાવેશ થાય છે.
સ્ટારબસ અલ્ટ્રા એસી ૨૨ સીટર પીબી નવી પેઢીના ટર્બોટ્રોન એન્જિન ૧૪૦ એચપી સાથે આવે છે, જે તેની કક્ષમાં ૭ લાખ કિમીનું પ્રથમ ઓવરહોલ આયુષ્ય અને ઓછામાં ઓછા એનવીએચનો સમાવેશ થાય છે. બીજી બાજુ સ્ટારબસ ૧૨ સીટર એસી મેક્સી કેબ ૪એસપી સીઆર એન્જિન સાથે આવે છે, જે આસાન સંચાલન પ્રદાન કરે છે. અન્ય ખૂબીઓમાં જીબી- ૫૫૦ ગિયરબોક્સ કેબલ શિફ્ટ યંત્રણા, રેડિયલ ટ્યુબલેસ ટાયર્સ, પેરાબોલિક સસ્પેન્શન અને ટિલ્ટેબલ સ્ટીયરિંગ સાથે ફિટેડ હોઈ પ્રવાસી અને ડ્રાઈવરો માટે આરામદાયક સવારીની ખાતરી રાખે છે.
૨.૨ લિ ડિકોર એન્જિન અને ફ્લેટ ટોર્ક કર્વ સાથે વિંગર ૧૨- સીટર પરિવર્તનકારી પ્રોડક્ટ છે, જે ટુર અને ટુર ઓપરેટરો માટે પ્રોડક્ટની કામગીરી અને ઈંધણ કાર્યક્ષમતા માટે વધતી જરૂરને પહોંચી વળે છે.
આને ધ્યાનમાં રાખીને એસટીયુ અને સ્ટાફ એપ્લિકેશન ટાટા ૧૫૧૫ એમસીવી બસમાંથી ફુલ્લી બિલ્ટ બસ માટે માગણી કોઈ પણ ઓપરેટર માટે આદર્શ વેપાર ભાગીદાર તરીકે ઊભરી રહી છે. સિદ્ધ ૧૫૧૫ ચેસિસથી નિર્મિત અને વિશ્વસનીય ખૂબીઓ, જેમ કે, ક્યુમિન્સ આઈએસબીઈ ૫.૯ એન્જિન, ટાટા જી૬૦૦ ગિયરબોક્સ અને ટાટા માર્કોપોલો બોડીના આધાર સાથે વાહન થ્રી પોઈન્ટ સીટ બેલ્ટ્સ, ડિસ્પ્લે સાથે રિવર્સ કેમેરા, યુએસબી મોબાઈલ ર્ચાજિંગ પોઈન્ટ્સ અને વાય-ફાય સાથે જીપીએસ જેવી વિશિષ્ટતાઓ દર્શાવે છે.
ટાટા મોટર્સ આજે વ્યાપક શ્રેણીની બસો આપે છે, જે લક્ઝુરિયસ ઈન્ટરસિટી પ્રવાસ વિકલ્પોથી સુરક્ષિત પરિવહન અને ડ્રાઈવર અનુકૂળ પસંદગીઓ સુધીની રોજબરોજની પ્રવાસની જરૂરતોની સંપૂર્ણ શ્રેણીને પહોંચી વળે છે. ટાટા મોટર્સે બસ સેગમેન્ટમાં ટેકનોલોજિકલ નાવીન્યતામાં આગેવાની કરી છે અને પ્રદર્શન ઓછું કરવા અને ભારતમાં પર્યાવરણ અનુકૂળ પરિવહન પ્રણાલીને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે વૈકલ્પિક ઈંધણ દ્વારા પાવર્ડ બસોની શ્રેણી સાથે સંપૂર્ણ સુસજ્જ છે. કંપનીએ હાઈબ્રિડ, ઈલેક્ટ્રિક, ફ્યુઅલ સેલ, એલએનજી અને આર્ટિક્યુલેટેડ બસ જેવાં મોબિલિટી નિવારણોની શ્રેણી પણ વિકસાવી છે, જે દીર્ઘદષ્ટિની સ્માર્ટ સિટીઝની ભાવિ પરિવહનની જરૂરતોને પહોંચી વળે છે. ભાવિ તૈયાર બસોનો ખાસ પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે ટાટા મોટર્સ સક્ષમ વૃદ્ધિ અને નફાશક્તિ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવા પ્રત્યે કટિબદ્ધતા સાથે સમુદાય જાહેર પરિવહનમાં સક્રિય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે.