ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા હાલમાં ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલી મોનોકોક ડિઝાઈનની બસ એવી તેની નાવીન્યપૂર્ણ પ્રોડક્ટ વિંગર ૧૫- સીટર લોન્ચ કરવામાં આવી છે. આ ૧૫- સીટર વાહન ઓપરેટર માટે લાંબા ગાળાના પૈસા વસૂલ મૂલ્ય સાથે પ્રવાસીના આરામનું અજોડ પરિમાણ પ્રદાન કરે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. રૂ. ૧૨.૦૫ લાખની કિંમત સાથે શરૂ કરતાં વિંગર ૧૫એસ ગુજરાતમાં ૧૫ ડીલરો અને ટાટા મોટર્સનાં આઉટલેટ્સમાં મળશે.
વિંગર ૧૫એસ આહલાદક ઈન્ટીરિયર વાતાવરણ સાથે આવે છે. તે બહેતર આરામ અને ઉત્કૃષ્ટ ઓન- રોડ અનુભવ આપે છે. વાહન આરામદાયક પુશ બેક સીટ્સ, વ્યક્તિગત એસી વેન્ટ્સ, સીટ્સની દરેક હરોળ માટે યુએસબી ર્ચાજિંગ પોઈન્ટસની સમૃદ્ધ હોઈ ટૂંકો હોય કે લાંબો, બંને પ્રવાસ અવિસ્મરણીય બનાવી દે છે. ઉપરાંત વિંગર્સનું મોનોકોક બોડી કન્સ્ટ્રકશન નોઈઝ, વાઈબ્રેશન અને હાર્શનેસ (એનવીએચ)ની ઓછી સપાટીની ખાતરી ધરાવે છે અને સ્વતંત્ર ફ્રન્ટ સસ્પેન્શન સાથે એન્ટી- રોલ બાર્સ અને હાઈડ્રોલિક શોક એબ્ઝોર્બર્સ ઉછાળ મુક્ત સવારીની ખાતરી ધરાવે છે.
ટાટા મોટર્સના પેસેન્જર કમર્શિયલ વેહિકલ બિઝનેસ યુનિટના સેલ્સ અને માર્કેટિંગના હેડ સંદીપ કુમારે આ લોન્ચ વિશે બોલતાં જણાવ્યું હતું કે ઝડપી શહેરીકરણ, ટ્રાફિકની ગીચતા અને પર્યાવરણીય ચિંતાઓ સાથેના આ દેશમાં ટાટા વિંગર પરિવર્તનકારી પ્રોડક્ટ છે, જે ટુર એન્ડ ટ્રાવેલ ઓપરેટરો માટે પ્રોડક્ટની કામગીરી અને ઈંધણ કાર્યક્ષમતાની વધતી જરૂરતને પહોંચી વળશે. ટાટા વિંગર ૧૫એ પ્રવાસી માટે આરામ અને ઓપરેટર માટે સસ્તું પડે તેવું અજોડ સંયોજન ઓફર કરે તે રીતે તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને ટુર એન્ડ ટ્રાવેલ સેગમેન્ટ માટે તૈયાર કરવામાં આવેલી વિંગર એસ૧૫ સ્ટાઈલ, સ્પેસ, કમ્ફર્ટ અને સેફ્ટી ઓફર કરે છે. આ વાહનને ૩ વર્ષની વિસ્તારિત વોરન્ટી અથવા ૩ લાખ કિમી (જે પણ પહેલા આવે)નો ટેકો ધરાવે છે, જેથી તેના સેગમેન્ટમાં અત્યંત વિશ્વાસુ અને વિશ્વસનીય વેનમાંથી એક છે. અમને વિશ્વાસ છે કે અમારી પ્રોડક્ટો મોટા પરિવારો, વેપારીઓ અને શટલ ઓપરેટરોમાં ગુજરાતમાં લોકપ્રિય બની રહેશે.
મહત્તમ કામગીરી અને ઈંધણમાં સસ્તી વિંગર ૧૫એસ ટાટા મોટર્સ ૨.૨ એલ ડિકોર એન્જિન દ્વારા પાવર્ડ હોઈ ૧૦૦ એચપી પાવર અને ૧૯૦ એનએમ ફ્લેટ ટોર્કથી સમૃદ્ધ હોવાથી ઓછા આરપીએમે પણ ઉત્તમ પુલિંગ શક્તિની ખાતરી રાખે છે. ૧૫એસ આગળ સ્વતંત્ર એમસી ફર્સન સ્ટ્રુટ સસ્પેન્શન સિસ્ટમ છે, જે ઉત્તમ મેનુવરેબિલિટી અને બહેતર સવારીનો આરામ આપે છે. ટાટા વિંગર ૧૫એસ ફ્રન્ટ એક્સેલ ડ્રાઈવ ધરાવે છે, જે તેની કક્ષામાં કાર જેવું લો નોઈઝ વાઈબ્રેશન હાર્નેસ (એનવીએચ) આપે છે. આગળનું એક્સેલ ડ્રાઈવ ઓછું વજન, બહેતર ટ્રેકશન અને ઓછા ટ્રાન્સમિશન નુકસાનની ખાતરી રાખે છે.
ટાટા વિંગર ૧૫એસ લંબાઈમાં ૫૪૫૮ મીમી છે અને વ્હીલ કેપ્સ સાથે મોટાં ૧૫ ઈંચ ટાયરો સાથે આવે છે, જે વાહનને સ્ટાઈલિશ લૂક આપે છે અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ ૧૮૦ મીમી સુધી સુધારે છે. ૧૯૦૦ મીમી/ ૬.૩ ઈંચની આંતરિક ઊંચાઈ સાથે આ વાહન પ્રવાસીને બેસવાનું અને અંદર – બહાર થવાનું આસાન બનાવવામાં મદદરૂપ થાય છે. લાંબા અંતરના પ્રવાસ માટે વિંગર ૧૫એસ ૬૦૦ લિટરની ભરપૂર લગેજની જગ્યા આપે છે.