મુંબઈ: આ વર્ષની પાવન તહેવારની મોસમના આરંભરૂપે ટાટા મોટર્સે આજે તેના બધા ગ્રાહકો માટે ફેસ્ટિવલ ઓફ કાર્સ ઝુંબેશ રજૂ કર્યાની ઘોષણા કરી હતી. આ ઝુંબેશ થકી ટાટા મોટર્સ નેક્સોન, હેક્સો, ટિયાગો, ટિયાગો એનઆરજી, ટિગોર અને હાલમાં રજૂ કરાયેલી હેરિયર જેવા મોડેલો પર રૂ. ૧,૫૦,૦૦૦ સુધી લાભો આપશે.
આ ઓફર બધા સેગમેન્ટ્સ અને પ્રોફાઈલ્સના ગ્રાહકો માટે અનુકૂળ તૈયાર કરવામાં આવી છે. આકર્ષક રોકડ લાભો ઉપરાંત ગ્રાહકો તેમની જૂની કાર બદલીને નવી ટાટા કાર લઈ શકશે. ઉપરાંત સરકારી કર્મચારીઓ અને કોર્પોરેટ્સ માટે ચોક્કસ યોજનાઓ લાવવામાં આવી છે. ટાટા મોટર્સે આ તહેવારની મોસમમાં ૧૦૦ ટકા ઓન રોડ ફાઈનાન્સ આપવા અને તેમની પ્રોડક્ટો માટે ઓછા ઈએમઆઈ ફાઈનાન્સ પેકેજીસ આપવા માટે ઘણી બધી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ સાથે જોડાણ કર્યું છે.
વધુ એક આકર્ષક ફેસ્ટિવ ઓફરની ઘોષણા પર બોલતાં ટાટા મોટર્સ ના પેસેન્જર વેહિકલ્સ બિઝનેસ યુનિટના સેલ્સ, માર્કેટિંગ અને કસ્ટમર સપોર્ટના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી એસ એન બર્મને જણાવ્યું હતું કે તહેવારની મોસમનો આરંભ અમારે માટે રોમાંચક સમય છે, કારણ કે અમને ગ્રાહકોને વિવિધ ઓફરો અને લાભો આપીને ઉજવણીનો હિસ્સો બનવાના મોકો મળે છે. અમારી આ વર્ષે ઓફર અગાઉના વર્ષ કરતાં વધુ ભવ્ય અને બહેતર છે અને હમણાં સુધીની ઉદ્યોગમાં શ્રેષ્ઠતમ છે. અમને ઓનમ અને ગણેશચતુર્થીમાં ગ્રાહકો પાસેથી અદભુત પ્રતિસાદ સાંપડ્યો છે અને તહેવારની મોસમ આખા દેશમાં ફેલાશે ત્યારે ફેસ્ટિવલ ઓફ કાર્સ ઝુંબેશ વર્તમાન બજારની સ્થિતિને ધ્યાનમાં લેતાં અમારા ગ્રાહકોમાં અત્યંત જરૂરી ખુશી લાવવામાં મદદરૂપ થશે. અમને આશા છે કે આ વર્ષની તહેવારની ઓફરો ખરીદદારોનો નૈતિક જુસ્સો વધારશે, જેને લીધે અમારી બ્રાન્ડ સાથે સંકળાવાનું મજબૂત ભાનતેમની અંદર કેળવાશે. અમે અમારા બધા ગ્રાહકો અને ભાગીદારોને આ મોસમની શુભેચ્છા આપીએ છીએ.