ટાટા ગ્રૂપની વધુ એક કંપની ટૂંક સમયમાં લગભગ ૨૦ વર્ષ પછી પહેલીવાર તેનો IPO લઈને આવી રહી છે. રોકાણકારો આઇપીઓને લઈ ખુલ ઉત્સાહિત છે. અમે વાત કરી રહ્યા છીએ ટાટા ટેક્નોલોજીના આવી રહેલા IPO વિશે. કંપનીને આઈપીઓ લાવવા માટે સેબીની મંજૂરી મળી ગઈ છે. ટાટા ટેક્નૉલૉજી નોIPO ચાલુ મહિનાના અંતમાં અથવા આગામી મહિનાની શરૂઆતમાં પ્રાઇમરી માર્કેટમાં આવવાની ધારણા છે.
Tata Technologies IPO GMP શું છે?.. જે જણાવીએ, ગ્રે માર્કેટ પર નજર રાખતા નિષ્ણાતોના મતે કંપનીના શેર હાલમાં રૂ. ૧૦૫ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ સપ્તાહનો GMP ( Tata Technologies IPO GMP ) ગયા સપ્તાહ કરતાં વધુ છે. જે મજબૂત લિસ્ટિંગ તરફ નિર્દેશ કરે છે. ગયા અઠવાડિયે ટાટા ટેક્નોલોજીના IPOનો GMP રૂ. ૮૯ હતો.
આ IPOની પ્રાઇસ બેન્ડ શું રહેશે?… જે જણાવીએ, શેરબજારના નિષ્ણાતોના મતે Cyienનું માર્કેટ કેપ રૂ. ૧૨,૦૦૦ કરોડ છે. ટાટા ટેક્નોલોજીએ ૪૦૫,૬૬૮,૫૩૦ શેરની ઓફર આગળ મૂકી છે. આવી સ્થિતિમાં, કંપની માટે આઈપીઓ ની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ૨૯૫ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. IPO માટે પ્રાઇસ બેન્ડ રૂ. ૨૬૫ થી રૂ. ૨૭૦ ની વચ્ચે હોઇ શકે છે, જ્યારે કંપની ૧૦% થી ૧૫% ની વચ્ચે ડિસ્કાઉન્ટ ઓફર કરે તો જ આ શક્ય બનશે. જો કે, જો કંપનીને લાગે છે કે આ IPOને લઈને બજારમાં ભારે માંગ છે અને લોકો તેમાં રસ દાખવી રહ્યા છે, તો તેની કિંમત ૩૧૫ રૂપિયાથી લઈને ૩૨૦ રૂપિયા સુધીની હોઈ શકે છે.
DRHPને ફાઇલિંગમાં ટાટા ટેક્નોલોજીએ જણાવ્યું હતું કે ટાટા મોટર્સ, આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ-૧ તેમનો હિસ્સો વેચશે.
તમને જણાવી દઈએ કે, ટાટા ટેક્નોલોજીમાં ટાટા મોટર્સની કુલ ભાગીદારી ૭૪.૬૯ ટકા છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનોIPO (TCS IPO), ટાટા ગ્રૂપની અનુભવી IT સેવાઓ કંપની, જુલાઈ ૨૦૦૪માં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી ટાટા ગ્રુપની કોઈ કંપનીનો આઈપીઓ આવ્યો નથી. આવી સ્થિતિમાં ટાટા ટેક્નોલોજીના આઈપીઓ સાથે ૧૯ વર્ષનો દુષ્કાળ ખતમ થઈ જશે.