ભારતની અગ્રણી ઓટોમોબાઇલ ઉત્પાદક ટાટા મોટર્સએ આજે અલ્ટ્રોઝ iCNG લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે જે ભારતની સૌપ્રથમ ટ્વીન સિલીડંર CNG ટેકનોલોજીથી સજ્જ છે જેની પ્રારંભિક કિંમત રૂ.7.55લાખ (ભારતભરમાં, એક્સઃશોરૂમ). ગ્રાહકોની જરૂરિયાત વિશે ઊંડી સમજણ ધરાવતી, ટાટા મોટર્સએ ઉદ્યોગમાં સૌપ્રથમ વખત CNG ટેકનોલોજી ધરાવતી, અલ્ટ્રોઝ iCNG વિકસાવી છે જેણે બૂટ સ્પેસમાં કોઇ સમાધાન કર્યુ નથી અને શ્રેષ્ઠતમ ફીચર્સ સાથે આવે છે, જે ગ્રાહકો પ્રિમીયમ હેચબેકના તમામ પ્રકારો આરામ અને લક્ઝરીનો આનંદ ઉઠાવે તેની ખાતરી રાખે છે.
અલ્ટ્રોઝ iCNG એડવાન્સ ફીચર્સ જેમ કે વોઇસ આસિસ્ટેડ ઇલેક્ટ્રિક સનરુફ, વાયરલેસ ચાર્જર અને એર પ્યોરિફાયર જેવા એડવાન્સ ફીચર્સથી સજ્જ છે. ટિયાગો અને ટિગોર iCNGમાં મળેલી સફળતા બાદ, અલ્ટ્રોઝ iCNGફક્ત પર્સોનલ સેગમેન્ટમાં જ ત્રીજી CNG ઓફરિંગ છે. યુવાન કાર ગ્રાહકો માટે CNGને એક સ્વસ્થ દરખાસ્ત બનાવતા કંપનીએ અલ્ટ્રોજ iCNGની વિશિષ્ટ લાક્ષણિકતાઓને જણાવવા માટે OMG! It’s CNGકેમ્પેનની રચના કરી છે.
આ લોન્ચ પર ટિપ્પણી કરતા ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સ લિમીટેડ અને ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલીટી લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતુ કે:“ગ્રાહકો વધુને વધુ કરકસરતાના તેમજ ઇકો-ફ્રેંન્ડલી ઝૂંબેશના ઇરાદા સાથે વૈકલ્પિક ઇંધણ વિકલ્પને પસંદ કરી રહ્યા છે. એક ઇંધણ તરીકે CNG તેની બહોળી ઉપલબ્ધતા અને ઍક્સેસિબીલીટી સાથે ભારે સ્વીકાર્યતા પ્રાપ્ત કરી છે. જોકે, CNG સ્વીકારવાનો અર્થ મહત્ત્વાંકાંક્ષીય ફીચર્સ સાથે સમાધાન કરવું અને નોંધપાત્ર બૂટ સ્પેસ જતી કરવી તેવો થાય છે. જાન્યુઆરી 2022માં અમે ફક્ત ટિયાગો અને ટિગોરમાં એડવાન્સ્ડ iCNG ટેકનોલોજી લોન્ચ કરીને સમાધાન કર્યુ હતુ જેમાં ચડીયાતુ પ્રદર્શન અને ટોપ એન્ડ ફીચર્સ ઓફર કરવામાં આવ્યા હતા. આજે, અમે ઉદ્યોગમાં સૌપ્રથમ વખત અલ્ટ્રોઝiCNG લોન્ચ કરતા ખુશી અનુભવીએ છીએ જે બૂટ સ્પેસની મોટી ચિંતા પર ધ્યાન કેન્દ્રિત કરીને CNG માર્કેટને પુનઃવ્યાખ્યાયિત રહેશે.
“અલ્ટ્રોઝ iCNG એ ગ્રાહકોની જરૂરિયાતની સમજણ અને અમારી એન્જિનીયરીંગ કુશળતાનું પ્રમાણ છે. ટ્વીન સિલીંડર CNG ટેકનોલોજી અને એડવાન્સ ફીચરની સિદ્ધિ સાથે અમે વધુને વધુ પર્સોનલ સેગમેન્ટ ગ્રાહકો આ વિકલ્પને દ્રઢપણે વિચારણામાં લેશે તેવી આશા રાખીએ છીએ. અમારી મલ્ટી-પવરટ્રેઇન વ્યૂહરચના સાથે, અલ્ટ્રોઝ પોર્ટફોલિયો હેઠળ આજે પેટ્રોલ, ડીઝલ, iટર્બો અને હવે iCNG ઓફર કરવામાં આવે છે અને અમે ગ્રાહકોને પસંદગી કરવાના ઘણા વિકલ્પો આપીએ છીએ. અલ્ટ્રોઝ iCNG અમારી વિસ્તરતી ન્યુ ફોરએવર રેન્જને ટેકો આપશે અને પેસેન્જર કારમાં અમારી વૃદ્ધિ ગતિને ટકાવી રાખવાનું ચાલુ રાખશે.”
અલ્ટ્રોઝ iCNG છ વેરિયાંટ્સ જેમ કે XE, XM+, XM+(S), XZ, XZ+(S) અને XZ+O(S)માં ઓફર કરવામાં આવે છે અને તે ચાર કલર્સ જેમ કે ઓપેરા બ્લ્યુ, ડાઉનટાઉન રેડ, આર્કેટ ગ્રે અને એવન્યુ વ્હાઇટમાં ઉપલબ્ધ છે. અલ્ટ્રોઝ iCNG માલિકીપણાના કુલ ખર્ચમાં ખર્ચમાં ઘટાડો કરે છે કેમ તે તેમાં 3 વર્ષો / 100000 કિમી સુધીની વોરંટીનો સમાવેશ થાય છે.
અલ્ટ્રોઝ iCNG વિશે
OMG! તે સુરક્ષિત છે
• અલ્ટ્રોઝ પોર્ટફોલિયો ALFA (એજીલ, લાઇટ, ફ્લેક્સિબલ અને એડવાન્સ્ડ) આર્કિટેક્ચર પ્લેટફોર્મ પર બનેલ છે.
• અલ્ટ્રા-હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ અને રિઇનફોર્સ્ડ બોડી સ્ટ્રક્ચરનો ઉપયોગ કારને સખ્તાઇ પ્રદાન કરે છે અને તેને મજબૂત બનાવે છે.
• અલ્ટ્રોઝ iCNGમાં સલામતીમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં રિફ્યુઅલિંગ સમયે કારને બંધ રાખવા માટે માઇક્રો-સ્વીચ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
• થર્મલ ઘટના સુરક્ષા એન્જિનને CNG સપ્લાય બંધ કરે છે અને સલામતીના માપદંડ તરીકે વાતાવરણમાં ગેસ છોડે છે.
• લગેજ એરિયાની નીચે સ્થિત ટ્વીન સિલિન્ડરો સૌથી સુરક્ષિત સોલ્યુશન આપે છે કારણ કે વાલ્વ અને પાઈપ લોડ ફ્લોર હેઠળ સુરક્ષિત છે અને સંભવિત નુકસાનના જોખમને ઘટાડે છે. વધુમાં CNG ટાંકીઓ માટે ચડીયાતા રિયર બોડી સ્ટ્રક્ચર અને 6 પોઈન્ટ માઉન્ટિંગ સિસ્ટમ અલ્ટ્રોઝiCNG માટે વધારાની પાછળની ક્રેશ સલામતી પૂરી પાડે છે.
OMG! તેના પ્રભાવશાળી!
• અલ્ટ્રોઝ iCNG વૉઇસ-આસિસ્ટેડ ઇલેક્ટ્રિક સનરૂફ, વાયરલેસ ચાર્જર અને એર પ્યુરિફાયર જેવી નવી સુવિધાઓના સેટ સાથે આવે છે.
• તે પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, LED DRLs, R16 ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, Android Auto™ અને Apple Carplay™ કનેક્ટિવિટી સાથે Harman™ દ્વારા 8-સ્પીકર ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પ્રીમિયમ ચામડાની બેઠકો જેવી પ્રીમિયમ સુવિધાઓથી તેમજ ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, રીઅર એસી વેન્ટ્સ, હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ અને ઘણું બધાથી સજ્જ છે.
• વધુમાં, ટ્વીન સિલિન્ડરોનું સ્માર્ટ પ્લેસમેન્ટ ગુરુત્વાકર્ષણના કેન્દ્રને ઓછું કરે છે જે વધુ પ્લાન્ટેડ ડ્રાઈવોની ખાતરી કરે છે.
ONG! તે ઇન્ટિલિજન્ટ છે
• લગેજ એરિયા હેઠળ ટ્વીન સિલિન્ડરોનું સ્માર્ટ પ્લેસમેન્ટ ICE કારની જેમ જ બૂટ સ્પેસ સુનિશ્ચિત કરે છે. અલ્ટ્રોઝ iCNG ફર્સ્ટ ઇન ઇન્ડસ્ટ્રી એડવાન્સ્ડ સિંગલ ECU સાથે આવે છે અને CNG મોડમાં ડાયરેક્ટ સ્ટાર્ટની સુવિધા આપે છે.
• સિંગલ ECU પેટ્રોલ અને CNG મોડ્સ વચ્ચે સરળ અને આંચકા મુક્ત સ્થળાંતરની ખાતરી કરે છે.
• CNG મોડમાં ડાયરેક્ટ સ્ટાર્ટ સાથે ગ્રાહકોને ડ્રાઇવ દરમિયાન CNG મોડ પર સ્વિચ કરવાની ચિંતા કરવાની જરૂર નથી.OMG! તે શક્તિશાળી છે!
• અલ્ટ્રોઝ iCNG શક્તિશાળી 1.2L રેવટ્રોન એન્જિન સાથે અદભૂત પ્રદર્શન આપે છે.
• અદ્યતન iCNG ટેક્નોલોજી 73.5 PS @ 6000 rpm અને 103 Nm @ 3500 rpm નો ટોર્ક આપીને બેજોડ પ્રદર્શન આપે છે.
અલ્ટ્રોઝ iCNG વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને ઉત્પાદન નોંધનો સંદર્ભ લો અથવા મુલાકાત લો https://cars.tatamotors.com/cars/altroz/icng