નવી દિલ્હી: ક્રાતિકારી સંત તરીકે લોકપ્રિય જૈન મુનિ તરૂણ સાગરજી મહારાજનુ આજે સવારે નિધન થયુ હતુ. તેમના અંગે કેટલીક બાબતો જાણીતી રહી છે. ૧૯૬૭માં મધ્યપ્રદેશમાં જન્મેલા તરૂણ સાગરજી મહારાજ કડવા પ્રવચનો માટે જાણીતા હતા. જૈન મુનિ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે જલેબી ખાતા ખાતા સન્યાસી બની ગયા હતા. આ ચર્ચાસ્પદ મામલે મુનિએ જાતે જ એક વખતે વાત કરી હતી. મુનિએ કહ્યુ હતુ કે એક દિવસ તેઓ સ્કુલથી ઘરે જઇ રહ્યા હતા.
બાળપણથી જ તેમને જલેબી ખાવાનુ ખુબ પસંદ હતુ. સ્કુલતી પરત ફરતી વેળા નજીકમાં જ એક હોટેલ આવતી હતી. ત્યાં તેઓ રોકાયા હતા અને જલેબી ખાઇ રહ્યા હતા. નજીકમાં જ આચાર્ય પુષ્પધનસાગરજી મહારાજનુ પ્રવચન ચાલી ચાલી રહ્યુ હતુ. તેઓ કહી રહ્યા હતા કે તમે પણ ભગવાન બની શકો છો. આવાત તેમના કાનમાં પડી હતી. એજ દિવસે તેઓએ સંત પરંપરા સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો હતો. માત્ર ૧૩ વર્ષની નાની વયમાં જ તેઓ ઘરથી નિકળી ગયા હતા.
આઠમી માર્ચ ૧૯૮૧ના દિવસે મુનિએ ઘર છોડી દીધો હતો. આજે તેમના નિધનના સમાચાર ફેલાતાની સાથે જ દુખનુ મોજુ ફરી વળ્યુ હતુ. પૂર્વીય દિલ્હીના કૃષ્ણા નગર વિસ્તારમાં સ્થિત રાધાપુરી જૈન મંદિરમાં વહેલી પરોઢે આશરે ત્રણ વાગે તરૂણ સાગરજી મહારાજે અંતિમ શ્વાસ લીધા હતા.