અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ ગામની પાસે સ્થિત તરણેતર ગામમાં પાંચાલની લોક સંસ્કૃતિને ઉજાગર કરવા સાથે સંબંધિત તરણેતર લોક મેળાની શરૂઆત થયા બાદ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. ત્રિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળાની બુધવારના દિવસે શરૂઆત થયા બાદથી મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. જુદી જુદી સ્પર્ધાનું આયોજન પણ અહીં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોક સંસ્કૃતિના દર્શન થઇ રહ્યા છે.
મેળાના પ્રારંભમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવા પણ પહોંચ્યા હતા. ગુજરાતના વિકાસને ઉજાગર કરતી પ્રદર્શની પણ રજૂ કરવામાં આવી હતી. આ વખતે તરણેતર લોક મેળામાં અનેક વિશેષતાઓ રાખવામાં આવી છે જેમાં ગ્રામિણ ઓલમ્પિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જુદા જુદા પ્રકારના આકર્ષક કલાકારો તમામનું ધ્યાન ખેંચી રહ્યા છે. લોકસંસ્કૃતિના દર્શન આમા થઇ રહ્યા છે. ગ્રામિણ ઓલમ્પિકમાં આ વખતે ૧૦૦ મીટર, ૧૫૦૦મી, ૮૦૦ મીટર દોડનું આયોજન પણ પ્રથમ દિવસે થયું હતું જેમાં રોકડ ઇનામ પણ આપવામાં આવ્યા હતા.
ચાર દિવસ સુધી ચાલનાર મેળામાં હજારોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. આજે કલાકારોએ પોતાની કળાને રજૂ કરીને તમામનું ધ્યાન ખેંચ્યું હતું. જુદા જુદા પ્રકારના રાસ-ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. બાળકો અને મોટી વયના લોકોએ ગગનચુંબી જુલાઓની મઝા માણી હતી. આ આકર્ષણ ચાર દિવસ સુધી જાવા મળશે. આ વખતે સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આના ભાગરુપે પ્લાÂસ્ટકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, ૧૫મી સપ્ટેમ્બર સુધી મેળામાં પ્લાસ્ટિકના વેચાણને મંજુરી આપવામાં આવશે નહીં. પાણીના પાઉચ અને પ્લાસ્ટિકમાં ભરીને કોઇપણ પ્રકારની વસ્તુને વેચી શકાશે નહીં. આ જાહેરનામુ જારી કરવામાં આવ્યા બાદથી ઉલ્લંઘન કરનારની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. મેળાના પ્રારંભમાં ત્રિનેશ્વર મહાદેવમાં ખાસ પૂજનની વિધિ કરવામાં આવી હતી. ગુજરાતના વિકાસને રજૂ કરે તેવી પ્રદર્શની પણ ધ્યાન ખેંચે છે. મુખ્ય આકર્ષણ લોકસંસ્કૃતિના કલાકારો જ જગાવી રહ્યા છે.