તારક મહેતા ફ્રેમ માધવી ભિડે રિયલ લાઈફમાં બિઝનેસ વુમન છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

માધવી ભિડે કરોડોનો વેપાર કરે છે

સોનાલિકા જાેશી એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે અને તે માધવી ભાભી તરીકે ઓળખાય છે. ૫ જૂન ૧૯૭૬ના રોજ જન્મેલી સોનાલિકા રિયલ લાઈફમાં ટીવી પર જે દેખાય છે તેનાથી બિલકુલ વિપરીત છે. સોનાલિકા માત્ર સ્ટાઇલિશ નથી પણ કરોડોની સંપત્તિની માલિક પણ છે.

સોનાલિકા જાેશી માત્ર શોમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ એક્ટિંગ સાથે બિઝનેસ કરે છે. ફરક માત્ર એટલો છે કે તેઓ અથાણું અને પાપડ વેચતા નથી, પરંતુ કરોડોનો બિઝનેસ કરે છે. સોનાલિકા જાેશી ઉર્ફે માધવી ભીડે એક સફળ બિઝનેસ વુમન છે જેનું ટર્નઓવર કરોડો રૂપિયામાં છે.

સાથે સાથે તે ખૂબ સ્ટાઇલિશ પણ છે.સોનાલિકા જાેશી ઘણા વર્ષોથી ડિઝાઈનિંગનું કામ કરે છે અને આ બિઝનેસમાંથી કરોડો રૂપિયા કમાય છે અને માધવી ભાભીની જેમ સાદું નહીં પણ લક્ઝરી લાઈફ જીવે છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સોનાલિકા જાેશી પાસે MG Hector, Toyota Etios, Swanky Maruti જેવા લક્ઝરી વાહનો છે. સોનાલિકા જાેશી તેના પતિ સમીર જાેષી અને પુત્રી આર્યા જાેશી સાથે સુખી જીવન જીવી રહી છે.

Share This Article