તારક મહેતાના હંસરાજ હાથીનુ નિધન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ટેલિવિઝનનો મોસ્ટ પોપ્યુલર શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડોક્ટર હંસરાજ હાથી એટલે કે  કવિ કુમાર આઝાદનું નિધન થઇ ગયુ છે. તેમનુ નિધન હાર્ટ એટેક આવવાથી થયુ છે. એક્ટર કવિ કુમાર લાંબા સમયથી તારક મહેતા શૉ સાથે જોડાયેલા હતા.

થોડા સમય પહેલા જ કવિ કુમારે એક ટ્વિટ કર્યુ હતુ કે કિસીને કહા કલ હો ના હો, મે કેહતા હૂ પલ હો ના હો, હર લમ્હા જીઓ.

એક્ટરની મોતથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને ઝાટકો લાગ્યો છે. મિડીયા રિપોર્ટ અનુસાર 2010માં કવિ કુમારે 80 કિલો વજન સર્જરીથી ઓછુ કર્યુ હતુ. સર્જરી બાદ તેમની લાઇફ ઘણી જ આસાન થઇ ગઇ હતી. તેમણે જણાવ્યુ હતુ કે તેમને ખુશી છે કે લોકો તેમના પાત્રને ખૂબ પ્રેમ કરે છે. હવે જ્યારે કવિ કુમારનું નિધન થયુ છે ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને તો કવિ કુમાર આઝાદની ખોટ સાલશે, પરંતુ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પણ તેમની ખોટ વર્તાયા કરશે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

Share This Article