તારા સુતરિયા પહેલા કંગનાને જ પ્રેરણા સમાન માનતી હતી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ : સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ ફિલ્મની અભિનેત્રી તારા સુતરિયા ભારે ચર્ચામાં છે. હાલમાં ફિલ્મ માટે ટ્રેલર રજૂ કરવામાં આવ્યા બાદ ભારે ચર્ચા છે. તારાની ચારેબાજુ  પ્રશંસા થઇ રહી છે. હવે ફિલ્મની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે ે તારા પહેલા કંગના રાણાવતની મોટી ચાહક તરીકે હતી. હવે એવુ લાગે છે કે તે પોતાની પસંદગીને બદલી ચુકી છે. હવે તે દિપિકા અને પ્રિયંકા ચોપડાને ફેવરીટ તરીકે ગણે છે. હવે તારા ક્વીન સ્ટાર કંગનાને ફેવરીટ ગણતી નથી. આની પાછળ કારણ એ છે કે તારા સારી રીતે જાણે છે કે તેની ફિલ્મ કેટલાક દિવસમાં રજૂ કરવામાં આવનાર છે. થોડાક સમય પહેલા કંગનાની પ્રશંસા કરતા તારાએ કહ્યુ હતુ કે તે તેની રોલ મોડલ તરીકે રહી છે. હવે તારાએ ગુલાટ મારી છે. હવે તારા પ્રિયંકા અને દિપિકાને ફેવરીટ તરીકે ગણાવે છે. બંને સ્ટાર પાવરફુલ હોવાની વાત તારાએ કરી છે.

જા કે તે કહી રહી છે કે તે પોતાનાથી મોટી દરેક સ્ટાર પાસેથી બોધપાઠ લઇ રહી છે. પહેલા તારાએ કહ્યુ હતુ કે કંગનાએ પોતાના દમ પર બોલિવુડમાં જગ્યા બનાવી છે. તે કોઇ પણ સપોર્ટ પર તમામ સિદ્ધી હાંસલ કરી રહી છે.ખુબસુરત તારા સુતરિયા કરણ જાહરની ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મ મારફતે તારા સુતરિયા જારદાર એન્ટ્રી કરવા જઇ રહી છે. જા કે તે ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ જારદાર ચર્ચા જગાવી રહી છે. તારા સુતરિયા ૧૫ વર્ષની વયથી સ્ટેજ પરફોર્મ કરી રહી છે. સુતરિયા કેટલાક સોલો કોન્સર્ટમાં પરફોર્મ કરી ચુકી છે. કેટલાક ઇન્ટરનેશનલ સ્ટાર્સની સાથે ગીત રિકોર્ડ કરાવી ચુકી છે. હવે તારાને સ્ટુડન્ટ ઓફ ધ યર મારફતે અભિનેત્રી તરીકે એન્ટ્રી કરવાની તક મળી રહી છે.

પોતાની ભૂમિકાને લઇને આશાવાદી છે. ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને અનન્યા પાન્ડે નજરે પડનાર છે. તારા અને અનન્યા પાન્ડે એક સાથે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તેમને પ્રથમ ફિલ્મ જ કરણ જાહરની મળી છે.  તારાએ પહેલા કહ્યુ હતુ કે ન્યુકમર હોવા તરીકે તે કંગનાને તેના રોલ મોડલ તરીકે ગણે છે.  તારાએ એ વખતે એમ પણ કહ્યુ હતુ કે તે કંગના રાણાવતથી સતત પ્રેરણા લેતી રહી છે. જા કે હવે પોતાના નિવેદનને બદલી રહી છે. કેટલાક જાણકાર લોકો કહી રહ્યા છે કે કંગના રાણાવતના બોલ્ડ અને સાહસી હોવાના કારણે મોટા ભાગના નિર્માતા નિર્દેશકો સાથે તેના સંબંધ સારા રહ્યા નથી. આ બાબતને સમજીને તારાએ હવે નિવેદન બદલી નાંખ્યુ છે. દિપિકા અને પ્રિયંકા ચોપડાની પ્રશંસા કરતા હવે તારા થાકી રહી નથી. તેની પ્રથમ ફિલ્મ ૧૦મી મેના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તારા બોલિવુડમાં કેરિયર બનાવવા માટે ઇચ્છુક છે. તે પોતાની ફિલ્મોના ગીતો પણ પોતે ગાવવા માટેની ઇચ્છા ધરાવે છે.

Share This Article