સૂરતઃ સૂરત જિલ્લાના માંડવી નગરપાલિકા ખાતે રૂા.૩૩૦ લાખના ખર્ચે નવનિર્મિત સૂર્યપુત્રી તાપી નદીના કિનારે તાપી રીવરફ્રન્ટ તથા તાપી ઓવારાના કામોનું લોકાર્પણ વન, આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે સંપન્ન થયું હતું.
તાપી નદીના કિનારે વસેલા માંડવી નગરજનો માટે રાજય સરકાર અને નગરપાલિકાના સ્વભંડોળ માંથી તૈયાર થયેલા રીવરફ્રન્ટ માંડવી તાલુકાના લોકો માટે હરવા ફરવાના ઉત્તમ સ્થળનું નિર્માણ થયું છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને બાંધકામ વિકાસ પરવાનગી વિતરણ તથા નગરપાલિકાના સ્વભંડોળમાંથી બ્લડ લેબોરેટરીના ફીના લાભાર્થીઓને ચેકનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.