એક ફિલ્મની નિષ્ફળતા પણ ભારે પડે છે : તાપ્સીનો મત

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ :  બોલિવુડની ફિલ્મોમાં હવે ધીમે ધીમે લોકપ્રિયતા મેળવી રહેલી ઉભરતી સ્ટાર તાપ્સી પન્નુએ માહિતી આપતા કહ્યુ છે કે જોકોઇની પણ એક ફિલ્મ ફ્લોપ થઇ જાય તો ફરી શરૂઆતથી જ મહેનત કરવી પડે છે. ફિલ્મમાં ટકી રહેવા માટે ફિલ્મો સરેરાશ સફળ થતી રહે તે જરૂરી છે. તાપ્સી પિન્ક ફિલ્મમા શાનદાર ભૂમિકા અદા કર્યા બાદ લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચી ગઇ હતી. ત્યારબાદ તેની ડેવિડ ધવનની ફિલ્મ જુડવા-૨ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.

ત્યારબાદ તે સતત સારી ફિલ્મોમાં કામ કરી રહી છે. તાપ્સી હાલમાં વરૂણ ધવનની સાથે પોતાની જુડવા-૨ ફિલ્મને રેકોર્ડ સફળતા મળ્યા બાદ ભારે ખુશ દેખાઇ રહી છે.  તાપ્સીએ હાલમાં પરિવારવાદ અને દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અંગે વિસ્તારપુર્વક વાત કરી હતી. પરિવારવાદના મુદ્દે ચર્ચા છેડાયેલી છે ત્યારે તાપ્સીએ કહ્યુ છે કે તે પોતે પણ એક આવા દાખલા તરીકે છે. જેનાથી સાબિત થાય છે કે પરિવારવાદ વગર પણ ફિલ્મોમાં કામ કરી શકાય છે.

થોડીક બાબતો મુશ્કેલ ચોક્કસપણે છે પરંતુ કામ કરી શકાય છે. તેનુ કહેવુ છે કે બોલિવુડમાં એવા લોકો હમેંશા રહેનાર છે તે એક્ટિંગ કુશળતાની નોંધ લેતા રહે છે. કોઇ અન્ય કારણસર ધ્યાન આપશે નહી. તેનુ કહેવુ છે કે દર શુક્રવારે કલાકારોની પરીક્ષા થાય છે. જેથી તે પોતે પોતાના સંધર્ષમાં હોવાનુ માને છે. તેનુ કહેવુ છે કે ફિલ્મ ફ્લોપ થવાની સ્થિતીમાં તકલીફ પડી શકે છે. તેનુ કહેવુ છે કે જ્યારે કોઇ પરિવારવાદ અંગે પ્રશ્ન કરે છે ત્યારે તેનો જવાબ હમેંશા હોય છે કે આતો ગેમના નિયમો છે. તેમાં તેને કોઇ આશ્ચર્યજનક બાબત લાગતી નથી.

Share This Article