તાપ્સી મનમર્જિયા ફિલ્મને લઇ ભારે આશાવાદી બની

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: બોલિવુડમાં તાપ્સી પણ હવે એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તેની પાસે એકપછી એક ફિલ્મ આવી રહી છે. તાપ્સી બોલિવુડમાં હવે સારા પ્રોજેક્ટમાં કામ કરી રહી છે. તેની પાસે જે જે ફિલ્મો રહેલી છે તેમાં અભિષેક બચ્ચન અને વિકી કોશળ અભિનિત ફિલ્મ મનમર્જિયાનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ સાતમી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને તે આશાવાદી છે.

નવી ફિલ્મમાં તાપ્સી અને વિકી નજરે પડનાર છે. આ સંબંધમાં નિર્ણય લેવામાં આવી ચુક્યો છે.  આ એક ત્રિકોણીય પ્રેમ સ્ટોરી ફિલ્મ હોવાની માહિતી મળી છે.  અનુરાગ કશ્યમની ફિલ્મ માટે નિર્દેશક તરીકે પસંદગી કરવામાં આવી છે. ફિલ્મનુ શુટિંગ હાલમાં ઝડપથી ચાલી રહ્યુ છે. ફિલ્મના શુટિંગને વહેલી તકે પૂર્ણ કરી  લેવામાં આવનાર છે.  તાપ્સી અને વિકી કૌશલ ફિલ્મમા લીડ રોલમાં કામ કરી રહ્યા છે. લવ સ્ટોરીને આગળ વધારી દેવા માટે ફિલ્મની ટીમ બીજા અભિનેતાની શોધ કરી ચુકી છે.

ફિલ્મમાં અભિષેક બચ્ચન નજરે પડનાર છે. ફિલ્મનુ શુટિંગ હવે હિમાચલ પ્રદેશમા કરવામાં આવનાર છે.  ફિલ્મની ટીમ હાલમાં લોકેશનને લઇને પણ આગળ વધી રહી છે.ફિલ્મનુ શુટિંગ સતત કરવામા આવી રહ્યુ છે.  જુલાઇના અંત સુધી શુટિંગને પૂર્ણ કરવાની યોજના છે. થોડાક સમય પહેલા  આયુષમાન ખુરાના અને ભૂમિ સાથે એક કાર્યક્રમ વેળા આનંદ રાય દ્વારા આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મના નિર્માણ સાથે જાડાયેલા લોકોએ હજુ સુધી વધારે માહિતી આપી નથી. તાપ્સી બોલિવુડમાં પિન્ક ફિલ્મમાં તેની ભૂમિકાના કારણે રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી. હવે તેની પાસે એક પછી એક સારી ફિલ્મો આવી રહી છે. હાલમાં હોકી ખેલાડી પર આધારિત ફિલ્મમાં પણ તે નજરે પડી હતી.

Share This Article