તનવીર નામ બદલીને બન્યો યશ,મોડલે ઈન્સ્ટિટ્યૂટના માલિક સામે લવ જેહાદનો કેસ દાખલ કર્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. આ ઘટનાક્રમમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં એક મોડલે મોડલિંગ ઈન્સ્ટિટ્યૂટ ચલાવતા વ્યક્તિ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. આટલું જ નહીં મામલો એટલો આગળ વધી ગયો છે કે મોડલે ઈન્સ્ટિટ્યૂટના માલિક સામે લવ જેહાદનો કેસ દાખલ કર્યો છે. આ કેસ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે પરંતુ મુંબઈ પોલીસે આ કેસ રાંચી પોલીસને ટ્રાન્સફર કરી દીધો છે. કારણકે મોડલિંગ ઈન્સ્ટિટ્યૂટ રાંચીમાં જ છે. રાંચી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ અંગે બંને પક્ષોના નિવેદનો પણ સામે આવ્યા છે. વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ મામલો બિહારના ભાગલપુરમાં રહેતી મૉડલ માનવી રાજ સિંહનો છે.

માનવી મોડલિંગ કરે છે અને થોડા સમય પહેલા તેણે રાંચીની એક મોડલિંગ સંસ્થામાં એડમિશન લીધું હતું. આ ઇન્સ્ટિટ્યૂટ જેઓ મોડેલિંગમાં કારકિર્દી બનાવવા માંગે છે તેમને તૈયાર કરે છે. અહીં તેની મુલાકાત એક એવી વ્યક્તિ સાથે થઈ જે પોતાને સંસ્થાનો માલિક અને પોતાને યશ કહે છે. બંનેની મુલાકાત આગળ વધી.આ દરમિયાન માનવી રાજ સિંહને ખબર પડી કે તેનું અસલી નામ યશ નહીં પણ તનવીર અખ્તર છે. તેને રાંચી શહેર છોડી દીધું અને મુંબઈ આવી ગઈ. ત્યાં માનવીએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. તેણે કહ્યું કે મિત્રતા દરમિયાન તેણે હોળી પર નશાની ગોળીઓ ખવડાવી હતી અને તેની કેટલીક તસવીરો પણ લીધી હતી. આ પછી તનવીરે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું અને મારપીટની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ.આટલું જ નહીં, મોડલે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તનવીર તેના પર ધર્મ બદલવા અને લગ્ન કરવા માટે દબાણ કરવા લાગ્યો હતો. કંટાળીને તે મુંબઈ આવી ગઈ. પરંતુ તેમ છતાં તે તેને બ્લેકમેલ કરતો રહ્યો. બીજી તરફ તનવીર અખ્તરે પણ એફિડેવિટમાં કબૂલ્યું હતું કે તે તેને હેરાન કરતો હતો પરંતુ તેનો તેને કોઈ પણ પ્રકારે નુકસાન કરવાનો ઈરાદો નહોતો, બલ્કે તે સાથે રહેવા માટે આવું કરતો હતો. મોડલના આરોપોને ફગાવી દેતાં તેણે કહ્યું કે માનવી તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેને બ્લેકમેલ કરી રહી છે.તનવીરે એમ પણ કહ્યું કે તેણીએ મારા ધંધાને નુકસાન પહોંચાડ્યું અને ત્યારપછી જ્યારે મેં તેની પાસેથી વળતરની માંગ કરી તો તે મને બ્લેકમેલ કરી રહી છે. હાલમાં બંને એકબીજા પર બ્લેકમેલિંગનો આરોપ લગાવી રહ્યા છે. એક અન્ય અહેવાલ મુજબ, આ બધું વર્ષ ૨૦૨૦ માં શરૂ થયું જ્યારે માનવી તનવીરની મોડેલિંગ એજન્સીમાં જોડાઈ. હવે રાંચી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Share This Article