તનુશ્રી દત્તા-નાના પાટેકર વિવાદ : પ્રેસ કોન્ફરન્સ રદ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ : તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ફિલ્મ હોર્ન ઓકે પ્લીજના સેટ પર સેક્યુએલ હૈરસમેન્ટ કરવાનો આરોપ મુક્યો છે. તનુશ્રીના આરોપો બાદ સમગ્ર બોલિવુડ હચમચી ઉઠ્યુ છે. બોલિવુડમાં આ વિષય પર હાલમાં ચર્ચા ચાલી રહી છે. તનુશ્રીના આરોપો બાદ આ વિષય પર એટલી ચર્ચા થઇ ચુકી છે કે નાના પાટેકરને પણ પ્રશ્ન કરવા લાગી ગયા છે. તનુશ્રીનુ કહેવુ છે કે નાના પાટેકરે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને કહીને સોંગમાં ઇન્ટીમેન્ટ સ્ટેપ્સ મુકાવ્યા હતા. તનુશ્રીનો આરોપ છે કે આનો તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તનુશ્રીએ સાફ શબ્દોમાં આરોપો કરતા કહ્યુ છે કે જ્યારે તેના દ્વારા સેક્સી સીનની સામે વાધો ઉઠાવવામાં આવ્યો ત્યારે નાના પાટેકરે સેટ પર તેને ધમકી આપવા માટે ગુન્ડા તત્વોને બોલાવી લીધા હતા. અલબત્ત નાના પાટેકરે આ મુદ્દા પર હજુ સુધી કોઇ જવાબ આપ્યો નથી. નાના પાટેકરે બે દિવસ પહેલા જ ફિલ્મ હાઉસફુલ-૪ ફિલ્મના શુટિંગથી પરત ફર્યા બાદ કહ્યુ હતુ કે તેઓ પત્રકાર પરિષદ યોજીને કેટલીક બાબતોનો ઉલ્લેખ કરશે.

જા કે આખરે પત્રકાર પરિષદને રદ કરી દેવામાં આવી છે. છેલ્લી ઘડીએ પત્રકાર પરિષદને રદ કરવામાં આવતા તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. નાનાએ એમ પણ કહ્યુ હતુ કે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને પણ સામેલ કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ હવે એવા સમાચાર આવ્યા છે કે નાના પાટેકર પત્રકાર પરિષદ કરનાર નથી. નાના પાટેકરના પુત્ર મલહારે પ્રેસ મેસેજ મોકલીને કહ્યુ છે કે અમે આપને કહેવા માંગીએ છીએ કે સોમવારના દિવસે નિર્ધારિત સમય પર થનાર પ્રેસ કોન્ફરન્સ હવે રદ કરવામાં આવી છે. આગળ જે પણ કાર્યવાહી થશે તે સંબંધમાં મોડેથી માહિતી આપવામં આવનાર છે. ત્યારબાદ એવુ માનવામાં આવી રહ્યુ છે કે નાના પાટેકર મિડિયાની સામે આવવાના બદલે કાયદાકીય પગલા લેવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

જેથી મિડિયાને દુર રહેવા માટે ઇચ્છુક છે. બીજી બાજુ તનુશ્રી દત્તા દ્વારા નાના પાટેકરની સામે પોલીસમાં ફરિયાદ કરી દીધી છે. તનુશ્રી અને નાના પાટેકર વચ્ચેનો વિવાદ લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે. તનુશ્રી દત્તા વિતેલા વર્ષોમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેની શરૂઆતની કેરિયરમાં છાપ એક સેક્સી સ્ટાર તરીકેની રહી હતી. તે ફિલ્મોમાં કેટલાક સેક્સી સીન પણ કરી ચુકી છે. ઇમરાન હાશ્મી સાથે  આંશિક બનાયા આપને ફિલ્મમાં તે કેટલાક સેક્સી અને બોલ્ડ સીન આપી ચુકી છે. દસ વર્ષના લાંબા ગાળા બાદ તનુશ્રીએ બોલિવુડમાં ફરી પ્રવેશ કરીને કેમ આ પ્રકારના આરોપો મુક્યા છે તેને લઇને હવે ચર્ચા છેડાઇ છે. તનુશ્રી દત્તા બોલિવુડમાં વધારે સમય સુધી રહી ન હતી. નાના પાટેકર સાથેની ફિલ્મ હોર્ન ઓકે પ્લીજને લઇને લઇને હાલમાં હોબાળો છે. તનુશ્રી અને નાના પાટેકરની તરફેણમાં જુદા જુદા અભિપ્રાય આવી રહ્યા છે. બોલિવુડમાં કેટલાક કલાકારો તનુશ્રીને ટેકો આપી રહ્યા છે. જ્યારે કેટલાક નાના પાટેકરને ટેકો આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે નાના  સામે આ પ્રકારના આરોપો આધારવગરના છે.

Share This Article