મુંબઇ: રિયાલિટી શો બિગ બોસને લઇને તૈયારી ચાલી રહી છે. નાના પરદાના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસ-૧૨ના લોંચ દરમિયાન સલમાન ખાન અને કલર્સની ટીમે માત્ર એક જોડી ભારતી સિહ અને હર્ષ લિંબચિયાના નામની જાહેરાત કરી હતી. બિગ બોસના ઘરમાં આ વખતે કોણ કોણ પહોંચનાર છે તેને લઇને હજુ સુધી ભારે સસ્પેન્સની સ્થિતી છે. હેવાલ મળ્યા છે કે ફિલ્મ આંશિક બનાયા આપને, ઢોલ, ચોકલેટ અને રામા ધ સેવિયર જેવી ફિલ્મોમાં નજરે પડેલી તનુશ્રી દત્તા અને તેની બહેન ઇશિતા બિગ બોસમાં મહેમાન બનનાર છે. ઇશિતા કેટલીક ટીવી સિરિયલમાં કામ કરી ચુકી છે.
તે છેલ્લા થોડાક સમય પહેલા કપિલ શર્માની ફિલ્મ ફિરંગીમાં પણ નજરે પડી હતી. તાજેતરમાં જ વાતચીત દરમિયાન તનુશ્રીએ કહ્યુ હતુ કે તેની સાથે એક મોટા ચેનલની વાત થઇ છે. પોતાના શોમાં ભાગ લેવા માટે તેને કહેવામાં આવ્યુ છે. બિગ બોસમાંથી કોઇ આમંત્રણ આવ્યુ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા તનુશ્રીએ કહ્યુ હતુ કે બિગ બોસમાંથી તો તેને કેટલાક વર્ષોથી આમંત્રણ આવ્યા છે. પરંતુ તે આ શોમાં ભાગ લેવા માટે વિચારી રહી નથી. તનુશ્રીની બહેન સાથે વાતચીત થઇ ત્યારે કહ્યુ હતુ કે તે પોતાની બહેન સાથે શોમાં જવા માટે ઇચ્છુક છે. બિગ બોસની ટીમ સાથે કોઇ વાત તેની થઇ હોવાનો ઇન્કાર કર્યો હતો.
તનુશ્રી બોલિવુડમાં કેટલાક વર્ષો સુધી સક્રિય રહી હતી. જા કે તે વહેલી તકે ફેંકાઇ ગઇ હતી. ઇશિતા કહે છે કે જા બિગ બોસમાં જવાની તક મળશે તો ચોક્કસપણે જશે. અમે બંને બહેનો છેલ્લા કેટલાક સમયથી સાથે કામ કરવાની ઇચ્છા ધરાવીએ છીએ. અમારા માટે બિગ બોસમાં જવાની બાબત ખુબ સારી રહેશે. એક બીજા વિકલ્પ ડાન્સ રિયાલિટી શોમાં પણ જવાનો હોઇ શકે છે. જેમ કે ઝલક દિખ લા જામાં તે કામ કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તે ખતરો કે ખેલાડીમાં જવા માટે તૈયાર નથી. તનુશ્રીએ ઇમરાન સાથે જાડી જમાવી હતી.