ચેન્નાઇ : રાષ્ટ્રીય તપાસ સંસ્થા(એનઆઇએ)ના અધિકારીઓએ ઇસ્લામિક સ્ટેટના મોડ્યુલની શોધ કરવા માટે તમિળનાડુના કોઇમ્બતુર શહેરમાં આજે સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. કોઇમ્બતુરના સાત સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા આજે ખળભળાટ મચી ગયો હતો. એમ કહેવામાં આવી રહ્યુ છે કે આઇએસ મોડ્યુલના લીડર શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે બોંબ બ્લાસ્ટ કરનાર આરોપી હુમલાખોર જહારાન હાશિમથી ખુબ પ્રભાવિત છે. એનઆઇએ દ્વારા આ મામલામાં એક નવો કેસ દાખલ કરી દીધો છે.
સુત્રોના કહેવા મુજબ કોઇમ્બતુરમાં સાત જગ્યાએ એનઆઇએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ત્રાસવાદી સંગઠન આઇએસના એક મોડ્યુલના લીડર હાશિમની સાથે ફેસબુક મારફતે તે સંપર્કમાં હતો. બંને વચ્ચે વાતચીત પણ સામાન્ય રીતે થતી હતી. આ મોડ્યુલના સંબંધમાં પણ જ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારતીય તપાસ સંસ્થા મામલાની જડ સુધી પહોંચવા માટે ઇચ્છુક છે. કેરળમાં રહેલા ઇસ્લામિક સ્ટેટના મોડ્યુલના શ્રીલંકામાં થયેલા ત્રાસવાદી હુમલામાં હાથ છે કે કેમ તેને લઇને ઉંડી તપાસ ચાલી રહી છે.
તપાસ સંસ્થાના અધિકારીઓ દ્વારા આઇએસ પ્રત્યે સાહનુભુતિ ધરાવનાર કેટલાક લોકોને પહેલા કસ્ટડીમાં લઇને છોડી દીધા હતા. તેમની પુછપરછ કરવામાં આવી હતી. જા કે તપાસમાં હજુ સુધી કોઇ વિગત સપાટી પર આવી નથી. જા કે આ બાબત જાણવા મળી હતી કે કેરળમાં આઇએસ કેડરોએ શ્રીલંકાના ત્રાસવાદી આદિલના પોસ્ટ શેયર કર્યા હતા. આદિલ એક ફેસબુક એકાઉન્ટ ચલાવે છે. જેનુ નામ ડિડ યુ નો છે. તેના પર તે ઇસ્લામિક ઇતિહાસ સાથે જાડાયેલા પોસ્ટ શેયર કરતો હતો.
ટોચની તપાસ સંસ્થાના રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યુ છે કે શ્રીલંકા અટેકનો માસ્ટરમાઇન્ડ જહરાન હાશિમ કેરળ અને તમિળનાડુના આઇએસના કેડરોની સાથે ત્રણ વર્ષથી સોશિયલ મિડિયા મારફતે સંપર્કમાં હતો.