ચેન્નાઈ : તમિળનાડુની રાજનીતિમાં પણ નવેસરના ઘટનાક્રમનો દોર ચાલી રહ્યો છે. જયલલિતાના નિધન બાદથી તમિળનાડુની રાજનીતિ પણ હવે પ્રવાહી બની રહી છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો તમિળનાડુમાં મજબૂતી સાથે એન્ટ્રી કરવાના પ્રયાસમાં છે. આના પ્રયાસ પણ કરવામાં આવી રહી છે. તમિળનાડુમાં મુખ્યરીતે ડીએમકે અને અન્નાદ્રમુક મુખ્ય બે પાર્ટીઓ છે.
આ ઉપરાંત કોંગ્રેસ અને ભાજપ પણ કેટલાક અંશે અસ્તિત્વમાં છે પરંતુ તમિળનાડુમાં મુખ્યરીતે ડીએમકે અને અન્નાદ્રમુક વચ્ચે લડાઈ રહી છે. આજના મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાથી પલાનીસામી સરકારને રાહત થઇ છે. ગેરલાયક ઠેરવવાના કેસમાં જેલની સજા થયા બાદ શશીકલાએ પાર્ટીના ડેપ્યુટી જનરલ સેક્રેટરી તરીકે દિનાકરણની નિમણૂંક કરી હતી પરંતુ પાર્ટીમાંથી તેમનું રાજીનામુ આવ્યું હતું. કારણ કે બે જુદા જુદા જુથ એક થઇ ગયા હતા. આખરે તેમની મુશ્કેલી વધી ગઈ હતી. દિનાકરણે અમ્મા મક્કલ મુનેત્ર કઝગમ નામની પાર્ટી શરૂ કરી હતી. આરકેનગરમાં પેટાચૂંટણીમાં તેમની જીત થયા બાદ આ પાર્ટીની રચના કરવામાં આવી હતી. શશીકલા પરિવારમાંથી તેઓ લોકપ્રિય છે.