તમિળનાડુમાં લોકસભાની ચૂંટણી આ વખતે ખાસ તરીકે છે. કારણ કે આ ચૂંટણી બે દિગ્ગજ નેતા જયલલિતા અને કરૂણાનિધીની ગેરહાજરીમાં યોજાઇ રહી છે. પાંચ દશકોથી તેમની પાર્ટીઓનુ પ્રભુત્વ રહ્યુ હતુ. હવે રાજ્યમાં મતદારો કોની સાથે રહે છે તે બાબત નિર્ણાયક અને જાવાલાયક રહેનાર છે. તમિળનાડુમાં કુલ ૩૨ જિલ્લાઓ છે. આ ૩૨ જિલ્લાઓમાં મુદ્દા પણ અલગ અલગ છે. કર્ણાટકની સરહદ પર આવેલા વિસ્તારોમાં દશકોથી કાવેરી જળ વિવાદ મુખ્ય રીતે મુદ્દો છે. ટ્રિબ્યુનલ અને કોર્ટના તમામ ચુકાદા છતાં કાવેરી જળને લઇને સહમતિ થઇ શકી નથી.
આ બાબત ખેડુતો માટે પણ મુખ્ય વિષય છે. ખેડુતો આ મુદ્દાને લઇને હમેંશા રજૂઆત કરતા રહ્યા છે. બીજી બાજુ દરિયા કાઠાના વિસ્તારોમાં માછીમારોની પિડા પણ જટિલ અને મુખ્ય મુદ્દા તરીકે છે. આ મુદ્દો દરેક ચૂંટણીમાં ચમકે છે. રાજકીય પક્ષો આ મુદ્દાને ઉઠાવીને કેટલાક વચનો પણ દરેક વખતે આપે છે. જો કે આ વખતે મુદો મુખ્ય રીતે રજૂ કરવામાં આવી શકે છે. જા કે માછીમારોની સમસ્યાનો ઉકેલ હજુ સુધી આવી શક્યો નથી.
નદિઓના કિનારે ગેરકાયદે ખાણ પ્રવૃતિ પણ મોટો મુદ્દો રહ્યો છે. છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો મુખ્ય પક્ષો વચ્ચે સ્પર્ધા રહી હતી. વર્ષ ૨૦૧૬માં વિધાનસભાની ચૂંટણીમાં ૩૬ દળો મેદાનમાં હતા. જે પૈકી ૩૨ દળો તો ખાતા પણ ખોલી શક્યા ન હતા. ૩૦ પક્ષોને તો એક ટકા કરતા પણ ઓછા મત મળ્યાહતા. ૨૭ પક્ષોના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી. ભાજપે ૧૮૮ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જે પૈકી ૧૮૦ ઉમેદવારો તેમની ડિપોઝિટ બચાવી શક્યા ન હતા. આ પ્રકારના આંકડા ભાજપ માટે ચિંતા ઉપજાવે તેવા છે. જો કે હવે સ્થિતી બદલાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષ પ્રમુખ અમિત શાહે આ રાજ્યમાં પણ તાકાત લગાવી દીધી છે.