તમિલનાડુ સરકાર ઓછાં ભાવે ટમેટા વેચશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દેશભરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. તમિલનાડુ સરકારે આ વધતી કિંમતોને લઈને ફાર્મ ફ્રેશ આઉટલેટ્‌સ મારફતે લોકોને રાહત આપવા માટે ઓછા ભાવે ટામેટાં વેચવાનો ર્નિણય લીધો છે. ટામેટાંની વધતી કિંમતોથી લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકારે મંગળવારે તેને રાશનની દુકાનો પર ૬૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવાનું શરૂ કર્યું હતું. સહકાર મંત્રી કે.આર.પેરિયાકરુપ્પને કહ્યું હતું કે જો જરૂર પડશે તો આ અભિયાનને રાજ્યના અન્ય ભાગોમાં પણ વિસ્તારવામાં આવશે.

સોમવારે સચિવાલયમાં મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાશનની દુકાનો મારફતે ટામેટાં ઉપલબ્ધ કરાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં એવું કહેવામાં આવ્યું હતું કે પડોશી રાજ્યોમાંથી ટામેટાંની સપ્લાયમાં વિલંબને કારણે ભાવમાં વધારો થયો છે. સહકારી વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે એક પરિવારને દરરોજ એક કિલો ટામેટાં આપવાની યોજના બનાવવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તે ઉત્તર ચેન્નઈમાં ૩૨ સ્થળો અને મધ્ય-દક્ષિણ ચેન્નઈમાં ૨૫ વાજબી ભાવની દુકાનો પર વેચવામાં આવશે.સૂત્રના જણાવ્યા અનુસાર, કોયમબેડુ જથ્થાબંધ બજારમાં ટામેટાની છૂટક કિંમત ૧૧૦ રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે શહેરના કેટલાક ભાગોમાં તે ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. ટામેટાં ઉપરાંત લીલા મરચાં, લસણ, ધાણા અને આદુના ભાવ પણ આસમાને છે અને તેના ભાવ ૧૫૦ થી ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે.

Share This Article