તમન્ના ભાટિયાના આ સીન્સ પર ભડક્યા ફેન્સ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

તમન્ના ભાટિયાએ ડેબ્યૂ વેબ સિરીઝ જી કરદામાં પોતાની ઇમેજ બદલવાનો પ્રયાસ કર્યો છે અને તેને લઇને અલગ-અલગ પ્રકારના રિએક્શન્સ સામે આવી રહ્યાં છે. તેના ફેન્સ તો તેના આ ચેન્જથી ખુશ છે, પરંતુ ઘણા લોકોને સીરીઝમાં તમન્નાના હોટ અને બોલ્ડ સીન પસંદ નથી આવ્યા. પરિણામ એ આવ્યું કે આ વાત પર સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની કોમેન્ટ્‌સ કરવામાં આવી રહી છે. કેટલાંકે તો ત્યાં સુધી લખ્યું કે આવો રોલ કરવા માટે તમન્નાનો શરમ આવવી જોઇએ. પરંતુ હાલ આ ટ્રોલિંગને લઇને તમન્ના તરફથી કોઇ રિએક્શન નથી આવ્યું. જણાવી દઇએ કે આ સિરીઝ બાદ તમન્ના ફરી એકવાર હોટ રોલમાં જોવા માટે તૈયાર છે. તેની એન્થોલોજી ફિલ્મ લસ્ટ સ્ટોરીઝ ૨ આ મહિને રિલીઝ થવાની છે. તેનું પ્રમોશન પણ જોરશોરથી ચાલી રહ્યું છે. પરંતુ તે પહેલા જી કરદા વિશે વાત કરીએ. જી કરદા બાળપણના સાત ફ્રેન્ડ્‌સની કહાની છે જે ૩૦ વર્ષની ઉંમરે પહોંચ્યા પછી તેમના જીવનમાં આવતા ફેરફારોનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સ્ટોરીમાં તમન્ના ભાટિયા લિવ-ઈન રિલેશનશિપમાં છે, જે તેના બોયફ્રેન્ડ સાથે તેની ફ્રી લાઇફ જીવે છે.

બોયફ્રેન્ડ બનેલા સુહેલ નય્યર સાથેના તેના હોટ સીન્સ સ્ક્રીન પર દેખાય જ છે, પરંતુ સ્ટોરીમાં ટિ્‌વસ્ટ ત્યારે આવે છે જ્યારે લાવણ્યા બનેલી તમન્ના તેના અન્ય એક ફ્રેન્ડ એજી સાથે રિલેશન બનાવે છે. તમન્નાના ફેન્સ તેને શોમાં જોવા માટે ઉત્સાહિત હતા, પરંતુ ઇન્ટીમેટ સીન્સે કેટલાક ફેન્સને નારાજ કર્યા હતા. આવા લોકો શોના ઇન્ટીમેટ સીન્સના સ્ક્રીનશોટ શેર કરીને તમન્નાને ટ્રોલ કરી રહ્યા છે. ઘણા લોકો આ સીન્સને શરમજનક ગણાવી રહ્યા છે, જ્યારે એક યુઝરે લખ્યું કે તમન્ના ભારતમાં નવી સની લિયોન છે. કેટલાક કહે છે કે તમન્નાની કરિયરનો અંત આવી ગયો છે તેથી જ તે જી કરદા અને લસ્ટ સ્ટોરીઝ ૨ જેવી બોલ્ડ વેબસિરીઝ કરી રહી છે. એક યુઝરે લખ્યું કે તમન્ના ભાટિયાએ ૨૦૧૬માં કહ્યું હતું કે, હું કિસિંગ સીન નહીં કરું અને તે ૨૦૨૩માં શું કરી રહી છે. જો કે, તાજેતરમાં તમન્નાએ આવા સીન આપવા વિશે કહ્યું હતું કે તે ૧૮ વર્ષથી શોબિઝનો ભાગ છે અને તે આવા ઇન્ટીમેટ સીન્સ કરીને ફેમસ થવાનો પ્રયાસ કરી નથી રહી.

Share This Article