બેન્ગલુરુ: ભારતની અગ્રણી વેપાર ઓટોમેશન સોફ્ટવેર પ્રદાતા ટેલી સોલ્યુશન્સ પ્રા. લિ.એ આજે ટેલીપ્રાઈમ રિલીઝ 7.0ના લોન્ચની ઘોષણા કરી હતી, જે સાથે ટેલીપ્રાઈમ મંચનાં પાંચ વર્ષ પૂરાં થયાં છે. આરંભથી ટેલીપ્રાઈમ એક સ્પષ્ટ વચન આસપાસ ઘડવામાં આવ્યું છેઃ એમએસએમઈ માટે ડિજિટાઈઝેશન સરળ, વિશ્વસનીય અને ખરા અર્થમાં ઉપયોગી બનાવવાનું. આ માઈલસ્ટોન રિલીઝ ઘેરા ઈન્ટીગ્રેશન, વધુ સ્માર્ટ ઓટોમેશન અને અર્થપૂર્ણ ડેટા રક્ષણ બહેતરી વધુ વ્યાપક, કનેક્ટેડ અનુભવ એકત્ર લાવવાનો તેનો ધ્યેય મજબૂત બનાવે છે.
વર્ષોનાં વહાણાં વીતવા સાથે ટેલીપ્રાઈમે વેપારોને ઈ-ઈન્વોઈસિંગ અને ઈ-વે બિલ્સથી કનેક્ટેડ જીએસટી કોમ્પ્લાયન્સ અને રોજબરોજની નાણાકીય કામગીરી સુધી ભારતની ઝડપથી ઉત્ક્રાંતિ પામતી ડિજિટલ લેન્ડસ્કેપમાંથી પસાર થવાનું આસાન બનાવે છે. કનેક્ટેડ બેન્કિંગ અને ટેલીપ્રાઈમ ક્લાઉડ એક્સેસ જેવા ફીચર્સ સાથે વેપારોએ ગમે ત્યાંથ કામ કરવાની, સંરક્ષિત રીતે લેણદેણ કરવાની અને બહારી પ્રણાલીઓ સાથે સહજતાથી સહભાગી થવાની સાનુકળતા માણી છે.
રિલીઝ 7.0એ રોજબરોજ એમએસએમઈ જેની પર આધાર રાખે તે મુખ્ય પાયાને મજબૂત કરીને ગ્રાહકલક્ષી ધ્યેયને ધારદાર બનાવે છે, જેમાં સાતત્યતા, સ્પષ્ટતા અને નિયંત્રણનો સમાવેશ થાય છે. મજબૂત એસબીઆઈ અને એક્સિસ બેન્ક ઈન્ટીગ્રેશન્સ હવે એમએસએમઈને પેમેન્ટ્સ મેનેજ કરવાનું, અસલ સમયમાં બેલેન્સ અને નિવેદનો પ્રાપ્ત કરવાનું અને ટેલીપ્રાઈમ છોડ્યા વિના તુરંત રિકોન્સાઈલ કરવાનું આસા બનાવે છે. આ બહેતરીઓ નિત્યક્રમની નાણાકીય કામગીરીઓને ઝડપી, વધુ પારદર્શક અને વધુ વિશ્વસનીય અનુભવોમાં ફેરવે છે.
ટેલીના ભાગીદારી પ્રેરિત અભિગમે એનપીસીઆઈ ભારત બિલપે લિ. સાથે નિર્મિત વેપારો માટે ભારત કનેક્ટ સાથે ચાલુ જ છે. બાયર્સ અને સેલર્સ વચ્ચે ઓટોમેટેડ ઈન્વોઈસ એક્સચેન્જ અને પેમેન્ટ લિંકેજ સાથે એમએસએમઈ મેન્યુઅલ પ્રયાસ ઓછા કરી શકે છે અને તેમનાં રિસીવેબલ્સ અને પેયેબલ્સ ચક્રોમાં અચૂકતા સુધારે છે.
રિલીઝ 7.0 બહેતર ટેલીડ્રાઈવ અનુભવ પણ લાવે છે, જે વેપાર ડેટા સુરક્ષિત અને વધુ નિર્ભરક્ષમ રાખે છે. અપગ્રેડેડ એન્ક્રિપ્શન, મજબૂત ઈન્ટિગ્રિટી તપાસ અને ડેટા સખત રીતે વેપારના નિયંત્રણમાં રાખતી ડિઝાઈન ફિલોસોફી સાથે ટેલીડ્રાઈવ કનેક્ટેડ કાર્યપ્રવાહોએ ગોપનીયતા સાથે બાંધછોડ ક્યારેય નહીં કરવી જોઈએ તે ટેલીની દીર્ઘ સ્થાયી માન્યતાને અધોરેખિત કરે છે. વેપારો તેમનો ડેટા સંરક્ષિત, બેક્ડ-અપ અને હંમેશાં પહોંચક્ષમ રહે તે જાણીને આત્મવિશ્વા સાથે ડિજિટલ વ્યવહારો અપનાવી શકે છે.
માઈસ્ટોન વિશે બોલતાં ટેલી સોલ્યુશન્સના મેનેજિંગ ડાયરેક્ટર તેજસ ગોયંકાએ જણાવ્યું હતું કે, “છેલ્લાં પાંચ વર્ષમાં ટેલીપ્રાઈમે તેની કનેક્ટડ ક્ષમતાઓને સતત વિસ્તારી છે, વેપારો કોમ્પ્લાયન્સ, બેન્કિંગ અને રોજબરોજની કામગીરીને જે રીતે મેનેજ કરે છે તે બહેતર બનાવી રહી છે. ટેલીપ્રાઈમ 7.0 આ પ્રવાસનો સ્વાભાવિક વિસ્તાર છે, જે વધુ સ્માર્ટ ઓટોમેશન, ઘેરાં ઈન્ટીગ્રેશન્સ અને બહેતર ગોપનીયતા ફીચર્સ રજૂ કરે છે. તે આજના વેપારોને કનેક્ટેડ ડિજિટાઈઝેશનની જરૂર છે અને ગૂંચ નહીં એ માન્યતા પ્રદર્શિત કરે છે. આ રિલીઝ અમે નિર્માણ કરી રહ્યા છીએ તે ઈકોસિસ્ટમને મજબૂત બનાવે છે, વેપારોને વધુ સાતત્યતા, પારદર્શકતા અને આત્મવિશ્વાસ સાથે સંચાલન કરવામાં મદદ કરે છે.’’
રિલીઝ 7.0 સાથે ટેલી સંરક્ષિત, જ્ઞાનાકાર અને ઊંડાણથી કનેક્ટેડ મંચ નિર્માણ કરવાની તેની કટિબદ્ધતા પર ભાર આપે છે, જે એમએસએમઈને સમયસર નિર્ણય લેવામાં, સાતત્યતા જાળવવામાં અને ભારતની ડિજિટલ ઈકોસિસ્ટમ સાથે સુમેળ સાધી રાખવામાં મદદ કરે છે. અપડેટ્સ કોમ્પ્લાયન્સ, બેન્કિંગ, પેમેન્ટ્સમાં કનેક્ટેડ સર્વિસીસ અને વધુ વ્યાપક રીતે કામનું રિપોર્ટિંગ કરવાની ખાતરી રાખે છે, જેથી એમએસએમઈ તેમના વેપારો આસાનીથી અને સ્પષ્ટતાથી ચલાવી શકે. ટેલીપ્રાઈમ રિલીઝ 7.0 સક્રિય લાઈસન્સ સાથે સર્વ મોજૂદ ટેલીપ્રાઈમ ગ્રાહકોને ઉપલબ્ધ છે.
