કોંગેસના મનની વાત : આગેવાનોએ કેમ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તેના કારણો રજૂ કર્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મહેસાણા : કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલા જ અનેક બેઠકો પર તૂટવા લાગી છે. કોંગ્રેસને રામ રામ કરીને ઉત્તર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં આગેવાનો હવે ભાજપમાં જાેડાઈ રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે કોંગ્રેસના અનેક આગેવાનો હવે કેસરીયા કરી રહ્યા છે. કોંગ્રેસને છોડીને ભાજપમાં ભળી રહેલા કોંગ્રેસી આગેવાનોએ પોતાની મનની વાત રજૂ કરી હતી. સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ કેમ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તેના કારણો રજૂ કર્યા હતા. ભાજપમાં જાેડાતા પહેલા કોંગ્રેસના આગેવાનોએ કોંગ્રેસમાં રહેલી સમસ્યાઓને પણ રજૂ કરી હતી. કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ અને આગેવાનોએ સાથ છોડવાને લઈ મોટો ફટકો કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં પડ્યો છે.

TAGGED:
Share This Article