વિડિયો ગેમને લઇ ભ્રમ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વિડિયો ગેમ્સને લઇને હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસ બાદ કેટલીક પ્રકારની ગેરસમજ દુર થઇ રહી છે. ટેકનોલોજી ક્ષેત્રની કંપની ડેલ તરફથી કરવામાં આવેલા નવા સર્વેમાં ભારત સહિત ૧૧ દેશોના ૫૭૬૩ ગેમર્સને સામેલ કરવામાં આવ્યા હતા. આ સ્ટડી રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આશરે ૫૦ ટકા યુવાને લાગે છે કે ગેમિંગથી તેમને સ્ટ્રેટેજિક થિંકર બનવામાં મદદ મળી રહી છે. આના કારણે ચીજાને નિહાળવા, સમજવા અને ઓળખ કરીને રિએક્ટ કરવા સાથે સંબંધિત તેમની ક્ષમતાને વધારી દેવામાં ભૂમિકા અદા કરી છે. આશરે ૪૬ ટકા લોકોને લાગે છે કે ગેંમિંગના કારણે તેઓ વધારે સ્પર્ધાત્મક બની ગયા છે. ૩૭ ટકા લોકોનુ કહેવુ છે કે ગેમર તરીકે તેમની ઓળખ ઉભી થાય તેમાં તેમને કોઇ ખોટુ દેખાતુ નથી. જા કે આના બદલે તેઓ વખારે સ્પર્ધાત્મક તરીકે પોતાને અનુભવ કરે છે. આ ગેમર્સની પોતાની ફિલિંગથી આગળ વધવામાં આવે તો આ સ્ટડી રિપોર્ટથી સ્પષ્ટ થઇ જાય છે કે ગેમિંગ તેમને જીવનના અન્ય પાસાથી અલગ કરી રહી નથી.

આશરે ૬૮ ટકા ગેમર મ્યુઝિકના શોખીન હોવાની વિગત સપાટી પર આવી છે. બીજી બાજુ ૫૭ ટકા લોકોને પરિવાર અને મિત્રતોની સાથે સમય ગાળવાનુ વધારે પસંદ છે. ૫૬ ટકા લોકોએ પ્રવાસને પ્રાથમિકતા આપી છે. ૪૦ ટકા ગેમર કહે છે કે તેમને ભણવામાં અને વાચવામાં વઘારે મજા પડે છે. વધુ એક બાબત ઉપયોગી છે તે એ છે કે ગેમિંગ કપલ્સને પણ નજીક લાવવામાં ભૂમિકા અદા કરે છે. ભારતના ૨૫ ટકા ગેમરનુ કહેવુ છે કે તેમના પત્નિ પણ ગેમિંગ  કરે છે. ૩૦ ટકા  લોકોનુ કહેવુ છે કે ગેમિંગના શોખના કારણે લોકોની સાથે સંબંધ મજબુત કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. ગેમિંગના ક્ષેત્રમાં નવા નવા ઇનોવેશન થઇ રહ્યા છે. નવી પેઢીની ઉત્સુકતા તેમાં વધી રહી છે. એક સમાજના રૂપમાં અમે તેને નકારાત્મક રીતે લઇ રહ્યા છીએ.

વાલીઓ પહેલા માનતા હતા કે રમશો તો કેરિયર ખરાબ થશે. ગેમમાં પણ જુદી જુદી શ્રેણી રહેલી છે. સેક્સ, હિંસા, વંશીય ભાવનાને ઉશ્કેરવાની બાબતનો સમાવેશ થાય છે. તેમના પર રોક મુકવામાં આવે તે જરૂરી છે. ગેમની દુનિયા અહીં ખતમ થતી નથી. ગેમના જા નેગેટિવ જ પાસા રહ્યા હોત તો જાત જાતામાં ગેમિગ કારોબારનો આંકડો ૨૦૦૦ કરોડ સુધી ન પહોંચી ગયો હોત. બાળપણથી જ ગેમિંગના શોખીન રહેલા લોકો આજે સમાજમાં પોઝિટીવ યોગદાન આપી રહ્યા નથી. હવે સમય આવી ગયો છે કે અમે ગેમિંગને લઇને એક તરફી જે પ્રવાહ રહેલો છે તે સંબંધમાં ફેરવિચારણા કરીએ. કારણ કે ગેમિંગના મામલે જુદા જુદા અભિપ્રાય હવે આવી રહ્યા છે. ગેમિંગના કારણે વધારે ફાયકો થઇ રહ્યો છે અને તેઓ વધારે એટ્વિવ થઇ રહ્યા છે તેમ માનનાર લોકોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આવી Âસ્થતીમાં ખેલ ખેલમાં કેટલીક સારી બાબત પણ સપાટી પર આવી રહી છે. ગેમિંગને લઇને એકતરફી વલણ રાખવાની બાબત જાખમી પુરવાર થઇ શકે છે. ગેમિંગ આજના સમયમાં બાળકોની પ્રથમ પસંદગી તરીકે છે.

Share This Article