બંગાળની ખાડીમાં વ્યાપારિક જહાજ એમવી એસએસએલ કોલકાતામાં આગ લાગવાની ઘટના બની હતી. જેના લીધે જહાજમાં રહેલા લોકોમાં દહેશત ફેલાઇ ગઇ હતી. આ જહાજમાં જ્યારે આગ લાગી ત્યારે પશ્ચિમ બંગાળના હલ્દિયા સમુદ્રતટથી 55 નોટિકલ મીલ દૂર હતું.
જ્યારે આ વાતની જાણકારી ભારતીય નેવીને મળી ત્યારે તેણે પોતાના જહાજ રાજકિરણને ઝડપથી બચાવ કાર્ય માટે મોકલી આપ્યુ હતુ. જલ્દી જ રાજકિરણ જહાજ તે જહાજ પાસે પહોંચી ગયુ હતુ. ત્યા સુધી આગ લાગનાર જહાજ 70 ટકા સુધી બળી ચૂક્યુ હતું.
વધારે હવાને કારણે આગ ઝડપથી ફેલાઇ ગઇ હતી. ત્યારબાદ જહાજના માસ્ટરે જહાજ છોડવાની તૈયારી બતાવી. આ જહાજમાં કુલ 22 લોકો હતા. રાજકિરણ જહાજ દ્વારા 22 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તટરક્ષક દળના ઇન્સપેક્ટ કુલદીપ સિંહે જણાવ્યુ હતું કે, વ્યાપારી જહાજમાં કંટેનરને કારણે તેલ સમુદ્રમાં નથી ફેલાયું, અને જો એવું થયુ પણ હશે તો તેમની ટીમ તે પરિસ્થિતિ સંભાળી લેશે. 22 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કોઇને પણ જાનહાનિ થઇ નથી.