ભારતમાં નંબર 1 યુરોપિયન બ્રાન્ડ રેનોએ ચેન્નાઈમાં એના પ્લાન્ટમાંથી 50,000મી રેનો કાઇગર પ્રસ્તુત કરી છે. રેનો કાઇગરની સફળતા પર વધુ પ્રગતિ કરવાની પોતાની કટિબદ્ધતાને જાળવીને અને આ સીમાચિહ્નરૂપ સફળતાની ઉજવણી કરીને રેનો ઇન્ડિયાએ રેનો કાઇગરની રેન્જમાં નવો સ્ટીલ્થ બ્લેક એક્ષ્ટેરિઅર કલર પ્રસ્તુત કર્યો છે. રેનો ઇન્ડિયા ઓપરેશનના કન્ટ્રી સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર વેંકટરામ મમિલ્લાપલ્લેના જણાવ્યા મુજબ, “વિશિષ્ટ ડિઝાઇન, સ્માર્ટ ખાસિયતો, અગ્રણી સલામતી, ગુણવત્તા અને કામગીરીની દ્રષ્ટિએ મજબૂત વેલ્યુ પ્રોપોઝિશન ઓફર કરતી રેનો કાઇગરને એના ગ્રાહકો વચ્ચે બહોળી સ્વીકાર્યતા મળી છે. મહામારી અને હાલ ચાલુ સેમિકંડક્ટર કટોકટી હોવા છતાં એણે ભારતમાં સૌથી વધુ સ્પર્ધાત્મક કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં એની શ્રેષ્ઠતા પુરવાર કરી છે અને 50,000મી કારના ઉત્પાદનનું સીમાચિહ્ન સર કર્યું છે, જે આ પડકારજનક સેગમેન્ટમાં રેનો કાઇગરની સફળતાનો વધુ એક પુરાવો છે. આ સ્પોર્ટી, સ્માર્ટ અને આકર્ષક એસયુવીએ ભારતમાં અમારી પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તથા પરિણામે રેનોના ટોચના પાંચ આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતે સ્થાન મેળવ્યું છે. અમને ખાતરી છે કે, રેનો કાઇગરને ગ્રાહક પાસેથી જબરદસ્ત પ્રતિસાદ મળવાનું ચાલુ રહેશે તથા ભારત અને દુનિયામાં બ્રાન્ડની વૃદ્ધિને વધુ વેગ મળશે.” ફ્રાંસ અને ભારતમાં ડિઝાઇન ટીમો વચ્ચે જોડાણના પરિણામે રેનો કાઇગર ત્રીજી આંતરરાષ્ટ્રીય કાર છે, જે દુનિયામાં પ્રસ્તુત થાય એ અગાઉ ભારતમાં લોંચ થઈ હતી. વર્ષ 2021માં ભારતમાં સફળતાપૂર્વક લોંચ થયા પછી સબ-ફોર મીટર બી-એસયુવી હવે દક્ષિણ આફ્રિકા, ઇન્ડોનેશિયા, પૂર્વ આફ્રિકાના દેશો, (કેન્યા, મોઝામ્બિક, ઝિમ્બાબ્વે, ઝામ્બિયા), સેશીલ્સ, મોરેશિયસ, નેપાળ, ભૂતાન, બર્મુડા અને બ્રુનેઈમાં પણ ઉપલબ્ધ છે. તાજેતરમાં રેનોએ માય22 એડિશન પ્રસ્તુત કરવાની સાથે રેનો કાઇગરના મૂલ્ય સાથે ખાસિયતો વધારી હતી. એમટી એન્ડ ઇઝી-આર એએમટીમાં 1.0 લિટર એનર્જી એજિન અને એમટી એન્ડ એક્સ-ટ્રોનિક સીવીટી ટ્રાન્સમિશનમાં 1.0 લિટર ટર્બો એમ બે એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ રેનો કાઇગર ડ્રાઇવિંગનો શ્રેષ્ઠ અનુભવ આપે છે તથા વાયરલેસ સ્માર્ટફોન ચાર્જ અને ક્રૂઝ કન્ટ્રોલ ફંક્શન્સ સાથે સુવિધા આપે છે. રેનો કાઇગર માય22 40.64 ડાયમન્ડ કટ એલોય વ્હીલ્સ વિથ રેડ વ્હીલ કેપ્સ સાથે ટર્બો રેન્જ નવા ટેઇલગેટ ક્રોમ ઇન્સર્ટ, ફ્રન્ટ સ્કિડ પ્લેટ, ટર્બો ડોર ડિકેલ્સની ખાસિયતો ધરાવે છે, જે એક્ષ્ટેરિયર્સને વધારે આકર્ષક અને સ્પોર્ટી બનાવે છે. ઉપરાંત રેનો કાઇગર રેન્જ આરટીએક્સ(ઓ) અને આરએક્સઝેડ વેરિઅન્ટ એમ બંને એન્જિન વિકલ્પોમાં હવે નવા કલર વિકલ્પ – સ્ટીલ્થ બ્લેક સાથે ઉપલબ્ધ થશે. રેનો કાઇગરને ફોર ડ્યુઅલ-ટોન કોમ્બિનેશન્સના વિકલ્પ સાથે સાત આકર્ષક કલર સાથે ક્લાસમાં શ્રેષ્ઠ કલર રેન્જ પર ગર્વ છે. રેનો કાઇગર વાજબી ખર્ચે મેઇન્ટેનન્સ સાથે કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં સૌથી વધુ વાજબી ઓફર પૈકીની એક છે. રેનો કાઇગરને કોમ્પેક્ટ એસયુવી કેટેગરીમાં વિવિધ એવોર્ડ એનાયત થયા છે, જે ભારતીય બજારમાં એની સફળતા સૂચવે છે. વર્લ્ડ-ક્લાસ ટર્બોચાર્જ્ડ દ્વારા પાવર્ડ 1.0 લિટર પેટ્રોલ એન્જિન દ્વારા પાવર્ડ આ વધારે પર્ફોર્મન્સ અને સ્પોર્ટી ડ્રાઇવની સાથે 20.5 કિલોમીટર/લિટરની સેગમેન્ટમાં શ્રેષ્ઠ ઇંધણ કાર્યદક્ષતા પર ગર્વ છે. રેનો કાઇગર ભારતીય બજાર માટે સલામતીના હાલના જરૂરિયાતો સાથે પૂરક છે તથા પેસેન્જર્સ અને પદયાત્રીઓ બંને માટે સુરક્ષિત કરવાથી વધારે સલામતી પૂરી પાડે છે. તાજેતરમાં રેનો કાઇગરને પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય કાર મૂલ્યાંકન કાર્યક્રમ ગ્લોબલ એનસીએપી દ્વારા એડલ્ટ ઓક્યુપન્ટ સેફ્ટી માટે 4-સ્ટાર સેફ્ટી રેટિંગ બદલ એવોર્ડ એનાયત થયો હતો. ડ્રાઇવર અને ફ્રન્ટ પેસેન્જર સેફ્ટી માટે રેનો કાઇગર આગળ અને બાજુમાં ચાર એરબેગ્સ સાથે સજ્જ છે તેમજ પ્રી-ટેન્શનર અને લોડ-લિમિટર (ડ્રાઇવર ઓક્યુપન્ટ માટે) સાથે સીટબેલ્ટ્સ ધરાવે છે. આ ઇબીડી સાથે એબીએસ અને રિઅર પાર્કિંગ સેન્સર્સ જેવી સલામતીની અનેક ખાસિયતો...