The dream of students who want to study in Canada is difficult, a big decision of the Government of Canada
The accused who killed the woman who refused to marry was arrested by the crime branch
An employee of the technical department of a school in Bhopal raped a three-year-old innocent girl in the school

Tag: Visually Impaired

પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અમદાવાદ ચેપ્ટર દ્વારા નેત્રહીન લોકો માટે આંખોની સંભાળ માટે નિષ્ણાતો સાથે ટોક શોનું આયોજન

અંધત્વ એ એક મોટી સમસ્યા અને પીડાદાયક સ્થિતિ છે અને જેઓ તેનાથી પીડાય છે એવું પીડા  આંખો ધરાવતા લોકો અનુભવી શકતા નથી. આજની તારીખમાં આપણા દેશમાં લગભગ એક કરોડથી વધુ લોકો અંધત્વથી પીડાય છે. આજે સમગ્ર વિશ્વમાં અંદાજે 37 મિલિયન અંધ લોકો છે. આ દૃષ્ટિહીન લોકો દ્વારા અનુભવાતા પડકારોને જ ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દ્વારા દર વર્ષે અંધત્વ નિવારણ સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. અંધ લોકો પ્રત્યે જાગૃતિ વધારવા માટે આ અભિયાન દર વર્ષે 1લી થી 7મી એપ્રિલ દરમિયાન યોજવામાં આવે છે. તેના કોમ્યુનિટી સર્વિસ એજન્ડાના ભાગરૂપે પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અમદાવાદ ચેપ્ટર દ્વારા આંખની સંભાળ અને આરોગ્ય સેવાઓના ક્ષેત્રના કેટલાક નિષ્ણાતો સાથે ટોક શોનું  આયોજન કરવામાં આવ્યું હતું જેથી આવા વિઝ્યુઅલી ચેલેન્જ્ડ લોકો માટે આંખની સંભાળ સેવાઓ અને એક સક્ષમ વાતાવરણ અંગે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી શકાય. અંધ કન્યા પ્રકાશ ગૃહ, મેમનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મિશન વિઝન આઈ કેર સેન્ટરના ડો. ઝંખના મહેશ્વરી, ઐનખવાલા ઓપ્ટિકલ સ્ટોર્સના શ્રીમતી રચના ટાટેડ અને મોઢ ઈન્ડિયાના પ્રમુખ શ્રી હિમાચલ ભુતક જેવા નિષ્ણાતોએ આંખની સંભાળ અને ભવિષ્યના વ્યૂહરચના, સનગ્લાસેસનું મહત્વ, પોષણનું મહત્વ, દૃષ્ટિની ખોટમાં વહેલી ઓળખ અને સૌથી મહત્વની બાબત  કે દૃષ્ટિહીન લોકો માટે સક્ષમ વાતાવરણ કેવી રીતે બનાવવું, એમના  માટે ગૌરવ અને રોજગારનું વાતાવરણ કેવી રીતે બનાવવું જેવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી હતી.  અંધ કન્યા પ્રકાશ ગૃહના આચાર્ય શ્રીમતી દિપાલી અને પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અમદાવાદ ચેપ્ટરના સેક્રેટરી શ્રી. સુભોજિત સેન ,શ્રી. દક્ષેશ રાવલ અને શ્રી. પરેશ રામટેકે એ મહાનુભાવોનું સ્વાગત કરી જાગૃતિ અભિયાનનો પ્રારંભ કર્યો  હતો. આંખના નિષ્ણાત ચિકિત્સક અને મહેશ્વરી કૉમ્યૂનિટીના જાણીતા ગૌરવ કે જેઓ છેલ્લા 2 દાયકાથી આંખની સંભાળના ક્ષેત્રમાં કાર્યરત છે એવા ડો. ઝંખના મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં મેં પ્રથમ વખત એવું આંખની થેરાપી તૈયાર કરી છે જે કોઈપણ સર્જરી અને ઓપરેશનની જરૂર વગર તમારી આંખોને કુદરતી રીતે ઈલાજ કરવાનો પ્રયાસ કરે છે. તે તમને તમારા ચશ્માથી કાયમ માટે છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. હું માનું છું કે આંખની યોગ્ય સંભાળ અને સૌથી અગત્ય આમારા દિન પ્રતિદિનના આહારનું પોષણ મૂલ્ય અંધત્વના  નિવારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.’’ ઐનખવાલા ઓપ્ટિકલ સ્ટોર્સ જે શહેરમાં લગભગ 10 સ્ટોર્સ ધરાવે છે એમના ડાયરેક્ટર શ્રીમતી રચના ટાટેડે જણાવ્યું હતું કે, “અંધત્વની રોકથામ સુનિશ્ચિત કરવા માટે વહેલાસર નિદાન અને નિયમિત આંખની તપાસ જરૂરી છે. આજે સનગ્લાસ અને સ્પેક્ટેકલ્સની દુનિયામાં એટલી બધી પ્રગતિ થઈ છે કે જે તમારી આંખોને સૂર્યના હાનિકારક રેડિયેશનથી બચાવે છે અને તેથી ઉનાળામાં આપણે બધાએ ચોક્કસપણે આપણી આંખોનું રક્ષણ કરવાનું વિચારવું જોઈએ. સનગ્લાસ હંમેશા માત્ર ફેશન માટે જ નથી હોતા, તે આપણી આંખોને પણ સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. મોટા ભાગના અંધ લોકો પાસે અમુક દ્રષ્ટિ હોય છે જેનું રક્ષણ કરી શકાય છે. ઐનખવાલા ઓપ્ટિકલ સ્ટોર્સની સ્થાપના 2019 માં લાખો લોકોની આંખોને સુરક્ષિત કરવાના મિશન સાથે કરવામાં આવી હતી અને અમે સનગ્લાસ અને સ્પેક્ટેકલ્સનો ઉપયોગ કરીને વધુ દૃષ્ટિની ખોટ અટકાવવા માટે વંચિત અંધ લોકોને મદદ કરવા ઈચ્છીએ છીએ. અમે સનગ્લાસ/સ્પેક્ટેકલ્સની જૂની જોડીના દાન માટે આતુર છીએ જેને  અમે રીનોવેશન કરી શકીએ અને જરૂરિયાતમંદોને આપી શકીએ.” મોઢ ઈન્ડિયાના પ્રમુખ શ્રી હિમાચલ ભુતકે સશક્તિકરણ અને ભવિષ્યના મહત્વના મુદ્દાઓ પર વાત કરતા જણાવ્યું હતું કે જ્યારે નિવારણ ખરેખર ચર્ચાનો મુખ્ય મુદ્દો છે, તેમ છતાં તે સમાન રીતે મહત્વપૂર્ણ છે કે દૃષ્ટિની પડકારવાળા લોકોને આપણા સમાજના એક ભાગ તરીકે સ્વીકારવું અને તેમના પર દયા કરવાને બદલે આપણે સમર્થન આપવા માટે તૈયાર રહેવું જોઈએ. જ્યારે આપણે તેમના પડકારોને સમજીશું ત્યારે જ આપણને આપણી આંખોનું મહત્વ સમજાશે અને અંધત્વને રોકવા માટે વધુ કાળજી લઈશું. આગામી એક સપ્તાહ માટે આ અભિયાન ચાલુ રહેશે અને બધ્ધા નિષ્ણાતો અને PRCI  અમદાવાદ ચેપ્ટરના સભ્યો પણ આ અભિયાનના ભાગરૂપે પોતાના ફાળો આપશે.

Categories

Categories