Tag: Road Show

ટુરીઝમ મલેશિયા દ્વારા વર્ષ 2023 માટે અમદાવાદમાં મટ્ટા સાથેના રોડ શોનું આયોજન

અમદાવાદના  ક્રાઉન પ્લાઝા હોટેલ ખાતે આજે મલેશિયન એસોસિયેશન ઓફ ટૂર એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ (MATTA) ના સહયોગથી ટુરિઝમ મલેશિયાએ આ વર્ષે ભારતમાં તેનો પાંચમો અને છેલ્લા રોડ શોનું આયોજન કર્યું હતું. ટુરિઝમ મલેશિયા દ્વારા આ રોડ શોની સિરીઝ દેશના પાંચ શહેરોમાં 30 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી 2023 સુધી કરવામાં આવી હતી. આ રોડ શો ચેન્નાઈ શહેરમાંથી  શરૂ થયો ત્યારબાદ બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ અને આજે અમદાવાદ જેવા મહત્ત્વપૂર્ણ શહેરોની મુલાકાત લઈ સમાપ્ત થયો હતો. આ મિશનની લીડરશીપ ટુરિઝમ મલેશિયાના સિનિયર ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઈન્ટરનેશનલ પ્રમોશન (એશિયા અને આફ્રિકા) શ્રી મોહમ્મદ અમીરુલ રિઝાલ અબ્દુલ રહીમ કરી રહ્યા છે.  મલેશિયન એસોસિયેશન ઓફ ટૂર એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ (MATTA) ના પ્રતિનિધિમંડળમાં  30 સંસ્થાઓ દ્વારા સમર્થિત, એક રાજ્ય પ્રવાસન સંસ્થા, એક એરલાઇન, છ હોટેલ/રિસોર્ટ ઓપરેટરો, વીસ ટ્રાવેલ એજન્ટ અને બે પ્રોડક્ટ માલિકોનો સમાવેશ થાય છે. શરૂઆત થી જ મલેશિયા માટે ભારત દેશ એક ટોચના સ્ત્રોત બજારોમાંનું  રહ્યું છે અને તેણે 2019માં 735,309 (+22.5%) પ્રવાસીઓનો આગમન અને RM 3.6 બિલિયન (+33.4%) પ્રવાસન ખર્ચમાં યોગદાન આપ્યું છે. આ રોડશોનો ઉદ્દેશ્ય ભારતીયોમાં પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે ઇન્ડસ્ટ્રી કોમ્યુનિટીને પ્લેટફોર્મ પૂરું પાડવાનો ...

કેજરીવાલના રોડ શો માં મુર્દાબાદના સૂત્રોચ્ચાર બાદ મારામારી

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તમામ પક્ષોએ તાકાત લગાવી દીધી છે. આ એપિસોડમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી ...

સુરતમાં ૨૯ સપ્ટેમ્બરે વડાપ્રધાનના રોડ શો માટે તંત્ર દ્વારા રોડ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ત્રણેક મહિના બાકી રહ્યાં છે. ત્યારે કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં અવરજવર વધી છે. ખાસ કરીને વડાપ્રધાન મોદી, ...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટમાં રોડ-શો કરશે

અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ-શો અને જાહેરસભાની મંજૂરી કલેક્ટર પાસે માગી છે. જાહેરસભા શાસ્ત્રીમેદાનમાં ...

ભવ્ય રોડ શોના એક દિવસ બાદ મોદી દ્વારા ઉમેદવારી

વારાણસી : વારાણસીમાં જોરદાર શક્તિ પ્રદર્શન ગુરૂવારના દિવસે તેમના સંસદીય મતવિસ્તારમાં કર્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દિગ્ગજ નેતાઓની ...

ભવ્ય રોડ શો બાદ અમિત શાહે વિધિવત રીતે ઉમેદવારી નોંધાવી

અમદાવાદ : ભારતીય રાજનીતિમાં આધુનિક ચાણક્ય ગણાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું ...

Page 1 of 2 1 2

Categories

Categories