અયોધ્યા ખાતે ભવ્ય-દિવ્ય-નવ્ય શ્રીરામમંદિરમાં શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ તે ઐતિહાસિક આધ્યાત્મિક અવસરને વધાવવા સાધના પ્રકાશન ટ્રસ્ટ (સાધના સાપ્તાહિક) દ્વારા પ્રકાશિત ‘શ્રીરામમંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીત્વનો સુવર્ણકાળ’ ગ્રંથનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. અમદાવાદનાં નારણપુરા સ્થિત ગુજરાત સ્ટેટ કો. ઓપ. બેંકના સભાગૃહમાં આયોજિત આ લોકાર્પણ સમારોહમાં અધ્યક્ષ તરીકે આર્ષ વિદ્યામંદિરનાં સ્થાપક અને શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય સ્વામીશ્રી પરમાત્માનંદજી ઉપસ્થિત રહ્યા હતા. પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં તેઓશ્રીએ કહ્યું હતું કે, ‘અયોધ્યામાં શ્રી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના સાક્ષી બનવું એ સૌભાગ્યની વાત છે. આપણી ૫૦૦ વર્ષની યજ્ઞ સાધનાનું પરિણામ શ્રીરામમંદિર પ્રાણપ્રતિષ્ઠા છે. આપણા ધર્મશાસ્ત્રોમાં ત્રણ ઋણ (૧) દેવઋણ, (૨) ઋષિ ઋણ અને (૩) પિતૃ ઋણ ચૂકવવાની વાત કરવામાં આવી છે. શ્રીરામમંદિરનું નિર્માણ એ આ ત્રણેય ઋણ ચૂકવવા બરાબર છે. શ્રીરામમંદિરનું સ્થાપન ભારતીય સંસ્કૃતિની વૈશ્વિકતાનો પાયો છે.’ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિ રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનીલજી આંબેકરે શ્રીરામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને ભારતની એકતા અને અસ્મિતાનું સૂત્ર ગણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ‘શ્રી રામજન્મભૂમિ મંદિર આંદોલનની યાત્રાએ દેશના લોકોની માનસિકતામાં અદ્ભુત પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. ભારતની સાચી સંસ્કૃતિ શું છે તેનો વાસ્તવિક પરિચય શ્રીરામમંદિર આંદોલને કરાવ્યો છે. શ્રીરામમંદિર આંદોલનને સમગ્ર દેશને એક તાંતણે જોડ્યો છે. શ્રીરામમંદિર આંદોલન અને શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠાએ સમગ્ર દેશમાં એક સકારાત્મક વાતાવરણ ઊભું કર્યું છે, તેને …
પૂજ્ય મોરારી બાપૂએ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના આમંત્રણ ઉપર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ રામકથાનો પ્રારંભ કર્યો વિશ્વના દરેક ઘરમાં અને…
આશરે ૬ કરોડ વર્ષ જૂની શાલિગ્રામ શિલા નેપાળમાંથી અયોધ્યા લાવવામાં આવી છે. આ શિલામાંથી ભગવાન રામની મૂર્તિ તૈયાર કરવામાં આવશે.…
Sign in to your account