ભારતના પસંદગીના હોમ રિટેઇલ સ્ટોર હોમટાઉને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આમ્રકુંજ અર્ન ખાતે તેના બીજા સ્ટોરની શરૂઆત સાથે ગ્રાહકોને વિશિષ્ટ અનુભવ પ્રદાન કરશે. આ નવો સ્ટોર 20,000 ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે, જે એક છત નીચે ફર્નિચર, ડેકોર, ફર્નિશિંગ્સ, હોમવેર, મોડ્યુલર કિચન અને મોડ્યુલર વોર્ડરોબની ઉચ્ચ ગુણવત્તાયુક્ત, ફંક્શન અને ટ્રેન્ડી ડિઝાઇનનું વિશાળ કલેક્શન ઓફર કરે છે. આ સ્ટોરમાં વિશિષ્ટ એન્ડ-ટુ-એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇન અને પ્રોજેક્ટ અમલીકરણ સેવા પણ ઓફર કરાશે, જેનો લાભ ગ્રાહકો તેમના ઘરને ડિઝાઇન કરવા માટે પ્રાપ્ત કરી શકે છે. ફર્નિચર, ડેકોર, હોમવેરથી લઇને પર્સનલાઇઝ્ડ હોમ ઇન્ટિરિયર સર્વિસિસ એક છત નીચે ઉપલબ્ધ બનવા ઉપરાંત ચાંદખેડામાં નવું હોમટાઉન તમારા ઘર માટે ખરા અર્થમાં વન-સ્ટોપ-ડેસ્ટિનેશન છે. નવા હોમટાઉન સ્ટોર ખાતે ફર્નિચર કલેક્શન લિવિંગ રૂમ, ડાઇનિંગ રૂમ અને બેડરૂમ ફર્નિચરની વિશાળ અને આકર્ષક ડિઝાઇન ઓફર કરે છે, જેમાં ક્લાસિક, ટ્રેડિશનલથી લઇને કેન્ટેમ્પરરી ડિઝાઇન સામેલ છે. આ સ્ટોર તમારી દૈનિક જરૂરિયાતોને અનુરૂપ ફર્નિચરનું વિશાળ કલેક્શન પણ ઓફર કરે છે. તમામ ફર્નિચર ત્રણ વર્ષ સુધીની વોરંટી તથા ઘરોમાં વિનામૂલ્યે ડિલિવરી અને ઇન્સ્ટોલેશન પણ પ્રદાન કરે છે. હોમટાઉન ખાતે હોમવેર કલેક્શન ડેકોર, ફર્નિશિંગ્સ, ટેબલવેર, ગ્લાસવેર, કૂકવેર અને કિચનની આવશ્યક ચીજોમાં નવીનતમ આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ્સ ઓફર કરે છે. ડેકોર અને હોમ ફેશનમાં 5000થી વધુ ડિઝાઇન સાથે આ સ્ટોરમાં ઘરના દરેક ખૂણા માટે ઘણી વિશિષ્ટ ચીજો ઉપલબ્ધ છે. હોમટાઉનની મોડ્યુલર સર્વિસિસ કિચન અને વોર્ડરોબ માટે કસ્ટમાઇઝ્ડ મોડ્યુલર સોલ્યુશન્સ ઓફર કરે છે, જ્યાં ગ્રાહકો 100થી વધુ સ્ટાઇલ અને ડિઝાઇનમાંથી પસંદગી કરી શકે છે, જે ઇન-હાઉસ ડિઝાઇનર્સ દ્વારા તૈયાર કરાયેલી હોય છે. મોડ્યુલર કિચન માટે હોમટાઉનની ઇન-હાઉસ બ્રાન્ડ ડ્યુરાક્યુઝિન મહત્તમ 10 વર્ષની વોરંટી અને ફ્રી સર્વિસ કેમ્પ ધરાવે છે. હોમટાઉને ભારતમાં આજની તારીખમાં 50,000થી વધુ કિચન સફળતાપૂર્વક ડિઝાઇન કર્યાં છે. આ બ્રાન્ડ ડિઝાઇન અને બિલ્ટમાં વિશિષ્ટ સેવાાઓ ઓફર કરે છે, જે એન્ડ-ટુ-એન્ડ કસ્ટમાઇઝ્ડ ઇન્ટિરિયર ડિઝાઇન અને હોમ માટે સોલ્યુશન્સને લાગુ કરવામાં મદદરૂપ બને છે. સ્ટોર લોંચ પ્રસંગે પ્રેક્સિસ હોમ રિટેઇલ લિમિટેડના મહેશ શાહે જણાવ્યું હતું કે, અમે અમદાવાદમાં અમારો બીજો સ્ટોર શરૂ કરતા ઉત્સાહિત છીએ. ચાંદખેડામાં નવો હોમટાઉન સ્ટોર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી અને અદ્ભુત વિઝ્યુઅલ ડિસ્પ્લે દ્વારા તમારા શોપિંગના અનુભવને નવા ઉંચા સ્તરે લઇ જશે તેવો વિશ્વાસ છે. આ નવો સ્ટોર ના માનો સેલ સાથે લોંચ કરાયો છે, જેમાં 14 જુલાઇ પહેલાં ખરીદી ઉપર 50 ટકા સુધીની ડિસ્કાઉન્ટ અને 10 ટકા મનીબેક ઓફર કરાઇ રહ્યું છે. આ ઉપરાંત સેલમાં ખરીદી ઉપર વિનામૂલ્યે રિક્લાઇનર્સ અને બેડ્સ જેવી આકર્ષક ડીલ પણ સામેલ છે. આ નવા સ્ટોરના લોંચ સાથે હોમટાઉનના સમગ્ર ભારતમાં 32 શહેરોમાં 49 સ્ટોર્સ સાથે 5 મિલિયન સંતુષ્ટ ગ્રાહકોનો આધાર છે. બ્રાન્ડ તેની ડિઝાઇન, ગુણવત્તા, બેસ્ટ-ઇન-ક્લાસ ગ્રાહક અનુભવ તેમજ ફ્રી ડિલિવરી, ફ્રી ઇન્સ્ટોલેશન, 5 ફ્રી સર્વિસ કેમ્પ અને ઓન-ટાઇમ ડિલિવરી જેવી આફ્ટર સેલ્સ સર્વિસિસ ઉપર ગર્વ કરે છે.
અમદાવાદ : ભારતમાં હવે હોમ વેર, હોમ ડેકોર-ફર્નિચરનું માર્કેટ દિન પ્રતિદિન ઉંચુ જઇ રહ્યું છે અને તેમાં દસથી બાર ટકાના
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના પિતૃવતન ગામ ચણામા આજે ગ્રામ વિકાસના રૂ.૬૪૨ લાખના વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ચણાકાના પીવાના…
Sign in to your account