Tag: harnilake

વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટના બાદ હરણી લેક ઝોન કરાયું સીલ

વડોદરા : વડોદરાના હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનામાં ૧૨ વિદ્યાર્થી સહિત ૨ શિક્ષકના મોત થયા છે. જેના પગલે હરણી લેક ...

વડોદરા ખાતે બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને તેમના પરિવારજનોને  સહાય

તારીખ ૧૮/૧/૨૪ નો દિવસ વડોદરા વાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. હરણી તળાવમાં એક શાળાના બાળકો અને કેટલાક શિક્ષકો બોટીંગ માટે ગયા હતા.  પ્રાપ્ત માહિતી અનુસાર બોટ ઊંધી વળી જવાથી ૧૪ લોકોનાં અત્યંત કરુણ મોત નિપજયા છે. જેમાં બે શિક્ષકો અને ૧૨ નિર્દોષ બાળકોનો સમાવેશ થાય છે.       પૂજ્ય મોરારીબાપુની રામકથા યુપીમાં શ્રાવસતી ખાતે ચાલી રહી છે. ૧૨ બાળકોના મોત થયાના સમાચાર મળ્યા ત્યારે  પૂજ્ય મોરારીબાપુ અત્યંત વ્યથિત થયા હતા અને તેમણે આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે  અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા બે લાખ દસ હજારની સહાયતા રાશિ  અર્પણ કરી છે. વડોદરા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ  મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.  પૂજ્ય બાપુએ આ બાળકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા, ૧૩ લોકોના મોત

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં ૧૦થી ...

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના

વડોદરાઃ શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ તળાવમાં બનેલી દુર્ઘટનાને પગલે હાહાકાર મચી ગયો છે. ત્યારે આ દુર્ઘટનામાં ઘણાં વિદ્યાર્થીઓના મોતની આશંકા ...

Categories

Categories