Tag: Football

FootBall પ્રેમીઓ માટે ખુશ-ખબર!!SK યુનાઈટેડ ઘ્વારા APLની સિઝન-3નું અનાવરણ

અમદાવાદ: એસકે  યુનાઈટેડ ફૂટબોલ, ઊભરતી ફૂટબોલ પ્રતિભાઓ માટેનું મુખ્ય વિકાસ કેન્દ્ર, જાન્યુઆરીથી  9 માર્ચ  દરમિયાન અમદાવાદ પ્રીમિયર લીગ (APL) ની અત્યંત રાહ જોવાતી સિઝન 3નું આયોજન કરવા   માટે તૈયાર છે. ફૂટબોલમાં કારકિર્દી બનાવી રહેલા ખેલાડીઓને ઉચ્ચ સ્તરની તાલીમ અને સમર્થન પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે,SK યુનાઈટેડ ફૂટબોલે એપીએલની રચનામાં આગેવાની લીધી, જે કોવિડ19 રોગચાળા પછી AIFF દ્વારા માન્ય છે. માત્ર બે સીઝનમાં, એપીએલ યુવા ફૂટબોલરો માટે તેમની પ્રતિભા દર્શાવવા અને AIFFના મુખ્ય ગ્રાસરુટ પ્રોગ્રામ હેઠળ  રાષ્ટ્રીય પસંદગી માટેના દરવાજા ખોલવા માટે એક અનન્ય પ્લેટફોર્મ તરીકે વિકસિત થઈ છે. માત્ર ત્રણ વર્ષમાં APLની નોંધપાત્ર સફરને પ્રતિબિંબિત કરતા, એસકે યુનાઈટેડ ફૂટબોલના ડિરેક્ટર શિખા ગોસ્વામીએ  જણાવ્યું હતું કે,“અમદાવાદ પ્રીમિયર લીગ માત્ર એક ટુર્નામેન્ટ નથી પરંતુ યુવા ફૂટબોલ ખેલાડીઓ માટે તેમનું કૌશલ્ય  બતાવવા અને ધ્યાન ખેંચવા માટે એક મહત્વપૂર્ણ પગથિયું છે. પ્રથમ બે સિઝનમાં કેટલાક ખૂબ જ આશાસ્પદ ખેલાડીઓની શોધ થઈ અને અમે આશાવાદી છીએ કે ત્રીજી સિઝન હજુ વધુ રોમાંચક પ્રતિભાઓ શોધી કાઢશે.” પ્રથમ સિઝનમાં માત્ર આઠ ટીમો સાથેની સાધારણ શરૂઆતથી,APL એ ટૂર્નામેન્ટમાં ભાગ લેતી નોંધપાત્ર 34 ટીમો સાથે  સિઝન 2 માં ઉત્સાહજનક ઉછાળો અનુભવ્યો હતો.50 થી વધુ ટીમો કિંમતી ટ્રોફી માટે સ્પર્ધા કરી રહી છે, એપીએલની  સીઝન 3 એક અસાધારણ ટુર્નામેન્ટ બનવાનું વચન આપે છે. એસકે યુનાઈટેડ ફૂટબોલના ડિરેક્ટર અભિજીત ગોસ્વામીએ જણાવ્યું હતું કે,“અમદાવાદ પ્રીમિયર લીગની અભૂતપૂર્વ વૃદ્ધિ અમારા ખેલાડીઓ, પ્રાયોજકો અને સૌથી અગત્યનું, ચાહકોના સામૂહિક પ્રયાસોને કારણે છે. લીગને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ ઊભરતી પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવાના તેના મહત્વ પર ભાર મૂકે છે અને અમદાવાદમાં પ્રીમિયર ફૂટબોલ  ટુર્નામેન્ટ તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.”   ખેલાડીઓને તાલીમ અને કોચિંગ કુશળતાનું યોગ્ય મિશ્રણ પ્રદાન કરવા અને વ્યાવસાયિક ફૂટબોલ કારકિર્દીને આગળ  ધપાવવામાં મદદ કરવાના મિશન સાથે સ્થાપિત, એસકે યુનાઈટેડ ફૂટબોલે ઘાતાંકીય વૃદ્ધિનો અનુભવ કર્યો છે. એકેડેમી  હવે 719 વય જૂથમાં 150 થી વધુ ખેલાડીઓ, મેલ અને ફિમેલ બંનેનું નર્ચર કરે છે. એકેડેમી માત્ર ખેલાડીઓની કૌશલ્ય ...

ફૂટબોલ ખેલાડી બ્રુકલિન પીકમેનના હાર્ટના ઓપરેશન પહેલા પ્રપોઝ કર્યું હતું

નવીદિલ્હી : વિશ્વની એવી ઘટના જ્યા એક વ્યક્તિ જે મૃત્યુ થયા પછી ફરી જવ્યો અને ઓપરેશન પહેલાં ગર્લફ્રેન્ડને પ્રપોઝ ક્યું ...

બીબીએફએસ રેસિડેન્શિયલ ફૂટબોલ એકેડમી દરેક યુવા ફૂટબોલ પ્રતિભા સુધી પહોંચવા ભારતભરના પ્રવાસે

ભાઈચુંગ ભુટિયા ફૂટબોલ સ્કૂલ્સ (બીબીએફએસ)ના ફ્લેગશીપ ઈનિશિયેટિવ બીબીએફએસ રેસિડેન્શિયલ એકેડમી દ્વારા આજે વર્ષ 2020 માટે એડમિશન્સ માટે તેની ટ્રાયલ્સની ઘોષણા ...

યુરો ક્વાલિફાયર્સ : જર્મની અને બેલ્જિયમની જીત થઇ

તાલિન : એસ્તોનિયાને યુરો ૨૦૨૦ ક્વાલિફાયર્સમાં પોતાના ગ્રુપ સીની મેચમાં નેધરલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. શક્તિશાળી નેધરલેન્ડે એસ્તોનિયા ...

Page 1 of 3 1 2 3

Categories

Categories