અચાનક કાર્ડિયાક અરેસ્ટ, લગભગ ડૂબી જવાની સ્થિતિ અને જ્યારે વ્યક્તિ શ્વાસ લેવાનું બંધ કરી દે છે અને પ્રતિભાવ આપતી નથી જેવી ઘટનાઓ મોટી સંખ્યામાં મૃત્યુ માટે જવાબદાર હોય છે. સીપીઆર - કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન જેવા બેઝિક લાઇફ સપોર્ટ પગલાં વડે આમાંથી ઘણા જીવન બચાવી શકાય છે. તે કટોકટીમાં જીવન બચાવવા માટેની ટેક્નિક છે, જે અસરગ્રસ્ત વ્યક્તિ પર સખત અને ઝડપી રીતે છાતીમાં દબાવવા સાથે કરવામાં આવે છે. આ, સરળ શબ્દોમાં, મૂળભૂત રીતે પીડિતની છાતી પર તમારા હાથ ઝડપથી અને સખત રીતે દબાણ કરે છે. સીપીઆર યોગ્ય જાણકારી અને પ્રશિક્ષણ સાથે પાસે ઉભેલા લોકો દ્વારા પણ કરી શકાય છે. જ્યારે બચાવકર્તા પીડિતના મોંમાં શ્વાસ ફૂંકે છે ત્યારે બેઝિક લાઇફ સપોર્ટમાં રેસ્ક્યૂ બ્રીદિંગનો પણ સમાવેશ થાય છે, જે તે કરવા માટેની યોગ્ય રીતની તાલીમ ધરાવતા લોકો દ્વારા પણ કરી શકાય છે. બેઝિક લાઇફ સપોર્ટ વ્યક્તિના શ્વાસ લેવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, આમ સંપૂર્ણ તબીબી સહાય આવે ત્યાં સુધી તેના જીવનનો બચાવ થાય છે. ડો. રાકેશ શાહ, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, શેલ્બી હોસ્પિટલ નરોડા એ જણાવ્યું કે અમે અત્યાર સુધી પૂર્વ અમદાવાદ અને ગાંધીનગર ના 70 વિસ્તારો માં 12000 લોકો ઈમરજન્સીમાં જીવન રક્ષક બનવાની તાલીમ આપી છે અને આવનારા સમય ...